બજેટ 2023 ની મહત્વની ઇન્કમ ટેક્સ જોગવાઈ સરળ ભાષામાં… By Prashant Makwana

Spread the love
Reading Time: 5 minutes

By Prashant Makwana

પ્રસ્તવના  

બજેટ 2023 માં ઈન્ડીવિઝીઅલ વ્યક્તિ ને ભરવાના થતા ઇન્કમટેક્ષ ના સ્લેબ રેટ મા ફેરફાર કરવામાં આવ્યા છે. ઈન્ડીવિઝીઅલ વ્યક્તિ ને  700000/- સુધી ની આવક પર કોઈ ઇન્કમટેક્ષ ભરવાનો નથી, તો શું BASIC EXEMPTION LIMIT વધારવા માં આવી છે? BASIC EXEMPTION LIMIT કઈ છે 250000/- , 300000/- , 500000 /- કે 700000/-? આ આર્ટીકલ માં આપડે આ બધા પ્રશ્નો ના સરળ ભાષામાં સમજુતી આપી છે અને ઈન્ડીવિઝીઅલ વ્યક્તિ ને ભરવાના થતા ઇન્કમટેક્ષ ના સ્લેબ રેટ મા ફેરફાર કરવામાં આવ્યા છે તેની સરળ ભાષામાં સમજુતી આપવામા આવી છે.

 • નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્ષ સીસ્ટમ ના સ્લેબ રેટ નીચે મુજબ છે.  
 • નવી ટેક્ષ સીસ્ટમ માં સ્લેબ રેટ
સ્લેબ ટોટલ આવક ટેક્ષ ની દર
1 300000 સુધી 0 %
2 300001 TO 600000 5%
3 600001 TO 900000 10 %
4 900001 TO 1200000 15 %
5 1200001 TO 1500000 20 %
6 1500000 થી વધુ 30 %
 • નવી ટેક્ષ સીસ્ટમ માં નીચે મુજબના ડીડક્શન બાદ મળવા પાત્ર છે.
 1. બજેટ-2023 માં નવી ટેક્ષ સીસ્ટમ માં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં એક મહત્વનો ફેરફાર એ છે કે  પગારદાર કરદાતા ને નાણાકીય વર્ષ 2023-24 થી  50000/- નું  સ્ટાન્ડડ ડીડકશન બાદ  મળશે.

           નાણાકીય વર્ષ 2022-23 સુધી  નવી ટેક્ષ સીસ્ટમ માં પગારદાર કરદાતા ને 50000 નું સ્ટાન્ડડ ડીડકશન બાદ મળતું નહતું

 1. કર્મચારીના અવશાન બાદ તેના પરિવારના સભ્યને માલિક દ્વારા આપવામાં આવતું ફેમેલી પેન્શન

15000 અથવા

પેન્સનના 33 %

બે માંથી જે ઓછું હોય તે બાદ મળવા પાત્ર છે.

 1. એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન નેશનલ પેન્શન સ્કીમ માં
 • અહિયાં આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે એમ્પ્લોયર નું કન્ટ્રીબ્યુશન બાદ મળશે કર્મચારીએ પોતાના પગાર માંથી NPS માં રોકાણ કર્યું હોય તે બાદ મળવા પાત્ર નથી.
 • સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ના કર્મચારી ને મહતમ સેલેરીના 14 % બાદ મળવા પાત્ર છે.
 • સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સિવાયના કર્મચારીને મહતમ સેલેરીના 10 % બાદ મળવા પાત્ર છે.
 1. AGNIVERS CORPUS FUND માં જે એમાંઊંટ ડીપોઝીટ કરી છે તે બાદ મળવા પાત્ર છે.
 • REBATE U/S 87 A
 • નવી ટેક્ષ સિસ્ટમમાં 25000 સુધીનો ટેક્ષ માફ કરવામાં આવ્યો છે પરંતુ આ ટેક્ષ ત્યારે જ માફ થશે જો ટોટલ આવક 700000 સુધીની હશે.
 • જો કોઈ ઈન્ડીવિઝીઅલ વ્યક્તિ ની આવક 700000 હોય તો ટેક્ષ કેટલો થાય તે નવી ટેક્ષ સીસ્ટમ મુજબ ગણી.

પહેલા 300000/- સુધી 0 ટેક્ષ

      પછી ના  300000/- ઉપર 5%  એટલે કે 300000 *5% =15000/- ટેક્ષ

      પછી ના 100000 /- ઉપર 10% એટલે કે 100000 *10%=10000/- ટેક્ષ

                ટોટલ= 25000/- ટેક્ષ

આપડે જોયું તે મુજબ નવી ટેક્ષ સીસ્ટમ માં BASIC EXEMPTION LIMIT 300000/- છે અને 25000/- સુધી નો ટેક્ષ માફ કરવામાં આવ્યો છે જે 700000/- સુધી ની આવક પર 25000 ટેક્ષ થાય છે. તેથી 700000/- સુધી ની આવક પર નવી ટેક્ષ સીસ્ટમ માં કોઈ ટેક્ષ ભરવો નો પડે.

REBATE U/S 87 A રેસીડેન્ટ ઇન્ડીવીડ્યુલ વ્યક્તિ ને જ મળવા પાત્ર છે. HUF AOP, BOI ને REBATE U/S 87 A મળવા પાત્ર નથી.

નવી ટેક્ષ સીસ્ટમ માં નીચે મુજબની આવક ને કર મુક્ત આવક ગણાશે.

PPF ખાતામાંથી વ્યાજ આવે તે અને ફાઈનલ પેમેન્ટ આવે તે કરમુક્ત આવક ગણાશે

 • સુકન્યા સમૃધી યોજના માંથી વ્યાજ અને ફાઈનલ પેમેન્ટ આવે તેને કરમુક્ત આવક ગણાશે.
 • 01/04/2023 પછી થી 5 લાખના સુધીનું વાર્ષિક પ્રીમીયમ ની પોલીસી માંથી જે આવક આવશે તે કરમુક્ત ગણાશે.
 • NPS માંથી જે રકમ ઉપાડી હોય તેને કર મુક્ત  આવક ગણાશે.
 • પગારદાર ટેક્ષ પેયર ને નિવૃત્તિ સમયે નીચેની આવક થાય તો તે કરમુક્ત ગણાશે.
 • GRATUITY [U/S 10(10)]
 • COMMUTATION OF PENSION [U/S 10(10A)]
 • LEAVE ENCASHMENT [U/S 10(10AA)]
 • RETRENCHMENT COMPENSATION [U/S 10(10B)]
 • COMPENSATION ON VOLUNTARY RETIREMENT OR SEPARATION [U/S 10(10C)]
 • NON MONETARY PERQUISITE BY EMPLOYER [U/S 10(10CC)]
 • INTEREST AND WITHDRAWAL FROM RECOGNISED PROVIDENT FUND [U/S 10(12)], PAYMENT FROM APPROVED SUPERANNUATION FUND

નવી સીસ્ટમ માં નીચે મુજબ ના ડીડકશન બાદ મળવા પાત્ર નથી.

 • પગારદાર કરદાતાને LEAVE TRAVEL CONCESSION U/S 10(5)
 • HOUSE RENT ALLOWENS U/S 10(137)
 • SPECIAL ALLOWENS U/S 10(134)
 • SELF OCCUPIDED HOUSE PROPARTY ના વ્યાજ નું ડીકશન બાદ નો મળે.
 • સેક્શન 80 C TO 80 U ના ડીડકશન માં અંગ્નીવીર કોર્પસ ફંડ માં ઇન્વેસ્ટમેન અને એમ્પ્લોયર નું કન્ટ્રીબ્યુશન NPS માં તેના સિવાય ના ડીડકશન બાદ નો મળે
 • LIC PRIMIUM
 • MEDICLIME
 • TUTION FEE
 • HOUSE LOAN PRINCIPAL
 • PPF
 • INCOME FROM HOUSE PROPARTY નો લોસ હોઈ તો તે સેટ ઓફ કરી શકાય નહિ.

નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની ટેક્ષ સીસ્ટમ ના સ્લેબ રેટ નીચે મુજબ છે.  

 • 60 વર્ષ થી નીચેના ઇન્ડીવીઝીઅલ અથવા HUF માટે સ્લેબ રેટ
સ્લેબ ટોટલ આવક ટેક્ષ રેટ
1 250000 સુધી NILL
2 250001 TO 500000 5%
3 500001 TO 1000000 20%
4 1000000 થી વધારે 30%
 • 60 વર્ષથી 80 વર્ષ વચ્ચે ના ઇન્ડીવીઝીઅલ માટે સ્લેબ રેટ
સ્લેબ ટોટલ આવક ટેક્ષ રેટ
1 250000 સુધી NILL
2 250001 TO 500000 5%
3 500001 TO 1000000 20%
4 1000000 થી વધારે 30%

            (3) 80 વર્ષથી વધારે ઉમરના ઇન્ડીવીઝીઅલ માટે

સ્લેબ ટોટલ આવક  ટેક્ષ રેટ
1 500000 સુધી  NILL
2 500001 TO 1000000 20%
3 1000000 થી વધારે 30%
 • REBATE U/S 87A
 • જૂની ટેક્ષ સિસ્ટમમાં 12500/- સુધીનો ટેક્ષ માફ કરવામાં આવ્યો છે પરંતુ આ ટેક્ષ ત્યારે જ માફ થશે જો ટોટલ આવક 500000 સુધીની હશે.
 • જો કોઈ ઈન્ડીવિઝીઅલ વ્યક્તિ ની આવક 500000 હોય તો ટેક્ષ કેટલો થાય તે જૂની ટેક્ષ સીસ્ટમ મુજબ ગણી.

             પહેલા 250000/- સુધી 0 ટેક્ષ

             પછી ના  250000/- ઉપર 5%  એટલે કે 250000 *5% =12500 ટેક્ષ

                                                                                                         ટોટલ ટેક્ષ =12500

 • આપડે જોયું તે મુજબ જૂની ટેક્ષ સીસ્ટમ માં BASIC EXEMPTION LIMIT 250000/- છે અને 12500/- સુધી નો ટેક્ષ માફ કરવામાં આવ્યો છે જે 500000/- સુધી ની આવક પર 12500/- ટેક્ષ થાય છે. તેથી 500000/- સુધી ની આવક પર જૂની ટેક્ષ સીસ્ટમ માં કોઈ ટેક્ષ ભરવો નો પડે.
 • નવી ટેક્ષ સીસ્ટમ કે જૂની ટેક્ષ સીસ્ટમ કઈ સીસ્ટમ ને ડીફોલ્ટ ગણવામાં આવશે?
 • નાણાકીય વર્ષ 2022-23 સુધી જૂની ટેક્ષ સીસ્ટમ ડીફોલ્ટ હતી અને ટેક્ષ પેયર નવી ટેક્ષ સીસ્ટમ માં ટેક્ષ ભરવા ઇરછતા હોય તેને ઓપ્શન સીલેકેટ કરવાનો.
 • નાણાકીય વર્ષ 2023-24 થી નવી ટેક્ષ સીસ્ટમ ને જ ડીફોલ્ટ ગણવામાં આવશે જે કરદાતા જૂની ટેક્ષ સીસ્ટમ માં ટેક્ષ ભરવા ઇરછતા હોય તેને ઓપ્શન સીલેકેટ કરવાનો રહેશે.
 • કોઈ પણ કરદાતા કોઈ પણ નાણાકીય વર્ષ માટે જૂની સીસ્ટમ માં ટેક્ષ ભરવો કે નવી ટેક્ષ સીસ્ટમ માં ટેક્ષ ભરવો તે વિકલ્પ સીલેકેટ કરી શકે ?
 • જે કરદાતા ને ધંધાની આવક નથી તે કરદાતા રીટર્ન ભરતા સમયે વિકલ્પ સિલેક્ટ કરી શકશે કે જૂની સીસ્ટમ મુજબ રીટર્ન ફાઈલ કરવું છે કે નવી સીસ્ટમ મુજબ.
 • જે કરદાતા ને ધંધાની આવક નથી તે કરદાતા દર વર્ષે પોતાની અનુકુળતા મુજબ નવી સીસ્ટમ માં ટેક્ષ ભરવો કે જૂની સીસ્ટમ માં તે સિલેક્ટ કરી શકશે.
 • જે કરદાતાને ધંધાની આવક છે તે કરદાતા એ રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ સુધીમાં જૂની ટેક્ષ સીસ્ટમ માં ટેક્ષ ભરવો  તે વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો રહેશે.
 • જે કરદાતાને ધંધાની આવક છે તે કરદાતા જે નાણાકીય વર્ષ માટે જૂની સીસ્ટમ નો વિકલ્પ સિલેક્ટ કર્યો તે વર્ષ માટે પછી તેમાં કોઈ ફેરફાર નય થય શકે, ત્યાર પછી ના નાણાકીય વર્ષ માં કરદાતા જો નવી સીસ્ટમ માં ટેક્ષ ભરવાનું સિલેક્ટ કરે તો ત્યાર પછી ના એક પણ વર્ષ માં જૂની સીસ્ટમ માં રીટર્ન ફાઈલ નહિ કરી શકે.
 • ઇન્કમટેક્ષ અંતરગત બધી જ આવક ઉપર સ્લેબ રેટ મુજબ ટેક્ષ લાગે કે અમુક આવક ઉપર સ્પેશિયલ ટેક્ષ રેટ હોય?
 • ઇન્કમટેક્ષ અંતરગત અમુક આવક પર સ્પેશિયલ રેટ થી ટેક્ષ લાગતો હોઈ છે. જે આવક ઉપર સ્પેશિયલ રેટે ટેક્ષ લાગે તે આવક અને તેનો ટેક્ષ રેટ નીચે મુજબ છે.
સ્પેશિયલ ટેક્ષ રેટ ની આવક ટેક્ષ રેટ
શેર અને મ્યુચુલ ફંડ ના વ્યવહાર માં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય તો 15%
શેર અને મ્યુચુલ ફંડ ના વ્યવહાર માં 1 લાખ થી વધારે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો 10%
લોટરી માં કોઈ રકમ જીતી, ક્રોસસવર્ડ પઝલ્સ, હોર્સ રેસ, માંથી કોઈ આવક આવે તો તેના પર 30%
ONLINE GAMING માંથી આવક આવે તો 30%
 • ટેક્ષ રેટની ટોટલ આવક ઉપર ટેક્ષ ગણવાનો હોય ત્યારે ટોટલ આવક માંથી સ્પેશિયલ રેટ ની જે આવક હોય તેને બાદ કરવાની અને બાકીની આવક ઉપર સ્લેબ રેટ મુજબ ટેક્ષ ગણાય. સ્લેબ રેટની આવક ઉપર સ્પેશિયલ રેટે ટેક્ષ ગણવાનો પછી બંને ટેક્ષ નો ટોટલ કરી ત્યારે ટોટલ ટેક્ષ આવે.

સ્લેબ રેટ મુજબ અને સ્પેશિયલ રેટ મુજબ જ ટેક્ષ આવે તેના પર 4% લેખે HEALTH AND EDUCATION CESS લાગે છે.

આ આર્ટીકલ માં આપણે સામાન્ય ઇન્ડીવીડ્યુઅલ વ્યક્તિ ને જે ઇન્કમટેક્ષ લાગે તેની માહિતી આપી છે. 50 લાખથી વધારે આવક હોય તેને અલગ થી સરચાર્જ લાગે છે તેની માહિતી આ આર્ટીકલ માં સમાવેશ કરેલ નથી.


error: Content is protected !!