કેન્દ્રિય બજેટ 2022 ની મહત્વની જોગવાઈ

Spread the love
Reading Time: 2 minutes

તા. 01.02.2022: 

By Bhavya Popat

નાણાંમંત્રી નિર્મલા સિથારમન દ્વારા પોતાનું 4 થુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની મહત્વની જોગવાઈ આ લેખમાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

(આ લેખ બજેટ જાહેરાતો સાથે અપગ્રેડ થતો રહેશે)

 • ભારતનો ચાલુ વર્ષનો આર્થિક વૃદ્ધિદર 9.2 % રહેવાનો અંદાજ. તમામ મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધુ વૃદ્ધિ દર ભારતનો રહેશે.
 • “વન ક્લાસ વન ચેનલ” વડે ઇ-એજયુકેશનને આપવામાં આવશે વેગ. 200 જેટલી ચેનલ દ્વારા ઇ-લર્નિંગ વધારવા આપવામાં આવશે ભાર.
 • “ઇ પાસપોર્ટ સુવિધા 2022-23  થી લાગુ કરી આપવામાં આવશે.
 • બેન્ક ગેરંટીના સ્થાને કોન્ટ્રાકટર માટે નવી વ્યવસ્થા કરવામાં આવશે.
 • IRDA દ્વારા ઈન્સ્યોરન્સ કંપની માટે “ઈન્સ્યોરન્સ બોન્ડ” ઊભા કરવામાં આવશે.
 • ભારતમાં ઓનલાઈન ગેમિંગ ડેવલોપ તથા પ્રમોટ કરવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

Direct Tax (ઇન્કમ ટેક્સ) ને લગતી મહત્વની જોગવાઇઓ

 • નાણાં મંત્રીએ ટેક્સ જોગવાઈ શરૂ કરતાં પહેલા તમામ “ટેક્સ પેયર” નો માન્યો આભાર.
 • આકારણી વર્ષથી બે વર્ષ સુધી કરદાતાને ભૂલો સુધારવા ” અપડેટેડ રિટર્ન” રજૂ કરવાની તક આપવામાં આવશે.
 • સહકારી મંડળીઓ માટે “અલ્ટરનેટ મિનિમમ ટેક્સ” 15 % થી ઘટાડી 7%  કરવામાં પ્રસ્તાવ.
 • ટેક્સ ક્ષેત્રે “લીટીગેશન” ઘટાડવા તથા “વોલન્ટરી કંપલાયન્સ” વધારવા પ્રયાસ કરવામાં આવશે.
 • રાજ્ય સરકારના કર્મચારી માટે NPS ખાતાની મર્યાદા 10% થી વધારી 14% કરવામાં આવી.
 • ક્રિપ્ટો કરન્સી જેવી વર્ચ્યુલ-ડિજિટલ મિલ્કતો ઉપર 30% ટેક્સ લાગુ કરવા પ્રસ્તાવ.
 • “વર્ચ્યુલ-ડિજિટલ” મિલ્કતો ઉપર 1% TDS લાગુ કરવા પ્રસ્તાવ.
 • “વર્ચ્યુલ-ડિજિટલ” મિલ્કતો ગિફ્ટ કરવા ઉપર પણ ટેક્સ લાગુ કરવા પ્રસ્તાવ
 • ટેક્સ દરોમાં કોઈ ફેરફાર નહીં.

એક ખૂબ નાના બજેટ ભાષણમાંનું એક બજેટ ભાષણ નાણાંમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વની ચૂટણીના આ વર્ષમાં પણ લોકલુભાવનારું બજેટ રજૂ કરવાના બદલે ખૂબ વાસ્તવિક બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

(ખૂબ ઓછા ફેરફારો નાણાંમંત્રી દ્વારા પોતાના બજેટ ભાષણમાં જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ફાઇનન્સ બિલ બહાર આવે ત્યાર બાદ બજેટમાં કરવામાં આવેલ મહત્વના ફેરફારો સમજવા જરૂરી બનશે.)

(આ લેખમાં આપવામાં આવેલ મંતવ્યો લેખકના પોતાના છે. બજેટ (ફાઇનન્સ બિલ બહાર પાડવામાં આવશે ત્યારે આ બાબતે વધુ માહિતી બહાર પાડવામાં આવશે)

 

error: Content is protected !!