બજેટ 2022 માં Covid-19 સબંધી પ્રસ્તાવિત મહત્વની રાહત

Spread the love
Reading Time: < 1 minute

Covid-19 ની સારવારમાં કરેલ ખર્ચ બદલ મેળવેલ રકમ તથા મૃત્યુ સંદર્ભે મેળવેલ રકમ બદલ કરદાતાને મહત્વની રાહત

તા. 02.02.2022: નિર્મલા સિથારમણ દ્વારા 01 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રિય બજેટ 2022 જાહેર કરવામાં આવ્યું. આ બેજેટમાં અનેક સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ સુધારાઑમાં કોરોના મહામારીને અનુલક્ષીને મહત્વનો સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ Coivd-19 ની આ મહામારીની સારવાર માટે કોઈ વ્યક્તિ પાસેથી પોતાના કે પોતાના પરિવારના સભ્યોની COVID-19 ની સારવાર માટે કોઈ રકમ મળેલ હોય તો આ રકમ ઉપર ઇન્કમ ટેક્સની કલમ 56 હેઠળ કોઈ ટેક્સ લાગશે નહીં. આ ઉપરાંત Covid-19 ના કારણે મૃત્યુ પામનાર કોઈ વ્યક્તિના સગાને મૃત વ્યક્તિના નોકરીદાતા દ્વારા (એમ્પ્લોયર) પાસેથી કોઈ રકમ મળી હોય તો આ રકમ પણ ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સને પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત Covid-19 ના કારણે મૃત્યુ પામનાર કોઈ વ્યક્તિના સગાને અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ મળી હોય તો દસ લાખની મર્યાદામાં આ રકમ પણ ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સને પાત્ર ગણાશે નહીં. આ રકમ કરમુક્તિને પાત્ર તો જ બનશે જો વ્યક્તિનું મૃત્યુનું Covid-19 ના કારણે થયેલ હોય અને આ રકમ મૃત વ્યક્તિના મૃત્યુની તારીખથી 12 મહિના સુધીમાં ચૂકવવામાં આવેલ હોય. જો કે આ કરમુક્તિ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય શરતો પણ મૂકવામાં આવી શકે છે તેવી પણ જોગવાઈ કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે કોરોના સબંધી આ જાહેરાતો 01 એપ્રિલ 2020 ની પાછલી તારીખથી અમલમાં લાવી કરદાતાઓને ખાસ રાહત આપવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!