ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આવી રહી છે નવી વેબસાઇટ www.incometax.gov.in…જાણો શું છે આ અંગે મહત્વની ખબર
07 જૂન 2021 થી થશે નવી વેબસાઇટ લોન્ચ. 01 જૂન 2021 થી 06 જૂન 2021 સુધી રહેશે હાલની ઇન્કમ ટેક્સ વેબસાઇટ બંધ
તા. 20.05.2021: 07 જૂન 2021 થી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાં કરદાતાઓ માટે નવું પોર્ટલ લોન્ચ થશે. નવા પોર્ટલ ઉપર માઈગ્રેશન સરળતાથી થાય એ કારણોસર ઇન્કમ ટેક્સના હાલના પોર્ટલ www.incometaxindiaefilling.gov.in ને બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે તમામ અધિકારીઓએને લખવામાં આવેલ પત્રમાં પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ સિસ્ટમ્સ દ્વારા અધિકારીઓએને ખાસ જણાવવામાં આવ્યું છે કે 01 જૂન ટિહ 06 જૂન વચ્ચે કોઈ પણ કરદાતાઓને ઓનલાઈન આકારણી, અપીલ અંગે તારીખ આપવામાં ના આવે. આ ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ તારીખ અગાઉ આ સમય માટે આપવામાં આ હોય તો તેને “પ્રિ પોંન” કે “પોસ્ટ પોન” કરવામાં આવે. ઇ પ્રોસિડિંગ માટે કરદાતા ને 10 જૂનથી જ તારીખ આપવામાં આવે. આ ઉપરાંત કોઈ પણ ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરવાં અંગેની કાર્યવાહી પણ આ દિવસો અગાઉ કરી લેવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ સમય દરમ્યાન અધિકારીઓ માટેની સિસ્ટમ ITBA તથા રિટર્ન પ્રોસેસ કરવાંની સિસ્ટમ CPC ખાતે ચાલુ રહેશે. પરંતુ આ સિસ્ટમ ઉપર થયેલ આદેશ કે કાર્યવાહી કરદાતા 7 જૂન બાદ જ નવા પોર્ટલ ઉપર જ જોઈ શકશે.
ભાગવત ગીતાનો પ્રસિદ્ધ સંદેશ “પરીવર્તન સંસારનો નિયમ છે” તે સૂત્ર ટેક્સેશન માટે ખૂબ સચોટ લાગે છે. ટેક્સ ક્ષેત્રે કરવામાં આવતા સતત ફેરફારોની કડીમાં વધુ એક ફેરફાર ઉમેરવા જઇ રહ્યો છે. ત્યારે કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ માટે જૂનું ભૂલી ફરી નવું શીખવાની જરૂરિયાત ઊભી થશે તે બાબત ચોકસ્સ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે