જી.એસ.ટી હેઠળ કરવામાં આવ્યા આ ફેરફારો, વાંચો શું થશે આ ફેરફારોની તમારા ઉપર અસર

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. હેઠળ કરવામાં આવેલ મહત્વના ફેરફારો પોર્ટલ ઉપર પણ સમયસર લાગુ કરવામાં આવે તેવી પણ ઉઠી રહી છે માંગ

તા. 19.05.2021: જી.એસ.ટી. હેઠળ 18 મે 2021 ના રોજ નોટિફિકેશન 15 બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં જી.એસ.ટી નિયમો માં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જી.એસ.ટી. હેઠળ રિફંડની અરજી કરવાં માટેની સમય મર્યાદા 2 વર્ષની છે. આ બે વર્ષની ગણતરી કરવાંમાં જ્યારે કરદાતાને “ડેફીસ્યંસી મેમો” આપવામાં આવ્યો હોય તે સમયગાળાને આ બે વર્ષનો સમયગાળો ગણવામાંથી બાકાત કરવા અંગે રાહત દાયક સુધારો કરવામાં આવ્યો છે. જમીની સ્તરે એવું જાણવા મળી રહ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં કરદાતાની અરજીમાં નાની નાની ક્ષતિઑ કાઢી આ “ડેફીસ્યંસી મેમો” આપવામાં આવતો હતો. જ્યારે કરદાતા આ આ ક્ષતિઓ દૂરકારી fકરી અરજી કરતો હતો ત્યારે આ અરજી એ કારણે નામંજૂર કરવામાં આવતી હતી કે રિફંડ માટેની બે વર્ષની સમય મર્યાદા પુર્ણ થઈ ગઈ છે. હવે આ સુધારા બાદ કરદાતાને “ડેફિસ્યન્સી મેમો” આવ્યા બાદ નવી અરજી કરવામાં સમય મર્યાદાનો બાધ રહેશે નહીં.

આ ઉપરાંત કરદાતા માટે “રિફંડ વિથડ્રો ફોર્મ” RFD 01W આપવામાં આવ્યું છે. આ ફોર્મનો ઉપયોગ કરી કરદાતા પોતે કરેલ રિફંડ અરજી પરત ખેચી શકશે. જો કે આ અરજી રિફંડ આદેશ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે તે પહેલા કરવી જરૂરી રહેશે. આ ફોર્મમાં અરજી કરવાંથી રિફંડ અરજી સમયે ક્રેડિટ લેજરમાંથી ડેબિટ થયેલ રકમ ફરી ક્રેડિટ થઈ જશે.

એક વધારાનો રાહતદાયક સુધારો કરી જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો એકતરફી રદ થયા બાદ કરવાની થતી રિવોકેશન અરજી 30 દિવસમાં આસિસ્ટન્ટ કમિશ્નર, 60 દિવસમાં જોઇન્ટ કમિશ્નર અને 90 દિવસમાં કમિશ્નરને કરવાની સુવિધા આપવામાં આવશે. હાલ આ અરજી માત્ર આસિસ્ટન્ટ કમિશ્નરને 30 દિવસમાં કરવાની સગવડ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇ વે બિલ અંગે પણ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત રિટર્ન બાકી હોય તેવા કિસ્સામાં માત્ર આઉટવર્ડ સપ્લાયનું ઇ વે બિલ બનાવવાનું જ બ્લોક કરવામાં આવશે તેવો સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા ફોર્મ બહાર પડી કોઈ ખાસ સંજોગોમાં રિફંડ રોકી રાખવાના ફોર્મ તથા રોકાયેલ રિફંડ છૂટું કરવાં માટેના ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે.

આ નોટિફિકેશન દ્વારા કરદાતા માટે ઉપયોગી ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કાયદા કે નિયમોમાં ફેરફાર થયો હોય ત્યારે પણ પોર્ટલ ઉપર આ ફેરફાર લાગુ કરવામાં આવતા હોતા નથી. આ સુધારા પોર્ટલ ઉપર પણ સમયસર લાગુ કરવામાં આવે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!