સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 17th May 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલના જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓનો મુખ્ય ધંધો ખેત પેદાશોની દલાલીનો છે. તેઓની દલાલી ઉપર સેવા મેળવનાર ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ TDS કરે છે. મારો પ્રશ્ન એ છે કે આ દલાલીની આવક ઉપર જી.એસ.ટી. લાગુ પડે? લાગુ પડે તો ક્યાં દરે?                                                                                                                                                                                               સચિનકુમાર ઠક્કર, ટેક્સ એડવોકેટ, ડીસા   

જવાબ: ના, ખેત પેદાશો ઉપરની દલાલી ઉપર CGST રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 54(g) હેઠળ જી.એસ.ટી. લાગુ પડે નહીં. જોકે પાક્કા આડતિયા, કે જેઓ પોતાના નામ પર ખરીદ વેચાણ કરતાં હોય તેમને આ એન્ટ્રીનો લાભ મળે નહીં.

  1. અમારા અસીલ કપાસિયાની મિલ ધરાવે છે. તેઓ કરપાત્ર કપાસની ખરીદી કરે છે. આ કપાસમાંથી 87 % કપાસિયા ખોળ બને છે જે કરમુક્ત છે. બાકી 11% ઓઇલ બને છે. 2% જેવી ઘટ આવે છે. અમે 87 % ની ક્રેડિટ રિવર્સ કરીએ છીએ. આ પ્રમાણેજ મશીનરી માટે પણ 87% ક્રેડિટ જતી કરીએ છીએ. શું આ બરાબર ગણાય?                                                                                              બી. બી. કાચડિયા, એડવોકેટ, ધોરાજી

જવાબ: અમારા મતે જી.એસ.ટી. નિયમોના નિયમ 42 (ઈન્પુટ્ અને ઈન્પુટ સર્વિસ માટે) તથા 43 (કેપિટલ ગુડ્સ) હેઠળ રિવર્સલ એ “પરસંટેજ” મુજબ નહીં પરંતુ “વેલ્યૂ” મુજબ કરવું જરૂરી છે.

  1. અમારા અસીલ લોકલ ટ્રક વાળા પાસેથી માલ ટ્રાન્સપોર્ટ કરાવે છે. આ ટ્રક વાળા વ્યક્તિ કોઈ કનસાઈનમેંટ નોટ આપતા નથી. શું આ પ્રકારના વ્યવહાર ઉપર પણ જી.એસ.ટી. હેઠળ RCM ની જવાબદારી આવે?                                               બી. બી. કાચડિયા, એડવોકેટ, ધોરાજી            

જવાબ: ના, આ પ્રકારના વ્યવહાર એ GTA સેવાના ગણાય અને RCM હેઠળ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

 

:ખાસ નોંધ:

  • જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  • અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

  • કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!