વેપારીઓની સાથે સીધો સંવાદ કરી જી.એસ.ટી., પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા મુખ્યમંત્રીને અનુરોધ: ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન

Spread the love
Reading Time: < 1 minute

વેપારીઓ સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરે તેવો આગ્રહ કરી વેરાઓમાં રાહતો આપવા આવેદન આપવામાં આવ્યું

તા. 14.05.2021: કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં કહેર વાર્તાવ્યો છે. આ સમયે ધંધા રોજગાર ઉપર પણ આની ભયંકર વિપરીત અસર પડી છે. અમુક વિસ્તારોમાં કરફ્યુ તો અમુક વિસ્તારોમાં સ્વૈચ્છીક બંધના કારણે મોટાભાગના ધંધાઓએ મરણતોલ ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટા વેપારી સંગઠન એવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને ખાસ આવેદન પાઠવી 18 મે સુધીમાં વેપારીઓની તકલીફો જાણવા “વર્ચ્યુલ મિટિંગ” વડે વેપારીઓ સાથે સીધો સંવાદ કરવા અનુરોધ કરવામાં  છે. કોરોના કાળમાં વેપારીઓના ધંધાઓ ઉપર ખૂબ નકારાત્મક અસર થઈ છે. આવા સંજોગોમાં પ્રોફેશનલ ટેક્સમાં વેપારીઓને 2021-22 માટે રાહત આપવા આગ્રહ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં જે 20% ની રાહત જાહેર કરાયેલ છે તેને 30 % કરવાં અને આ રાહતનો લાભ લેવાની સમય મર્યાદા પણ ઓક્ટોબર સુધી વધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ આવતા એક વર્ષ સુધી કોઈ પેનલ્ટી કે વ્યાજ લગાડવામાં ના આવે તે બાબતે પણ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના જણાવે છે કે “કોરોના સામે લડવા સરકાર દ્વારા વેપારીઓ માટે કરવામાં આવેલ નિયમોમાં વેપારીઓ ખૂબ સહકાર આપે છે. આ નિર્ણયોના કારણે વેપારીઓના ધંધામાં નુકસાન થાય તે હકીકતથી કોઈ અજાણ નથી અને સરકાર દ્વારા આ અંગે જાહેરમાં સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. આ સામે સરકારની પણ ફરજ છે કે રાજ્યના નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે ધ્યાન આપી તેમને વેરામાં રાહતો આપવામાં આવે”.

રાજ્યના મોટાભાગના વેપાર ઉદ્યોગ કોરોનાના કારણે અસહ્ય નુકસાન સહન કરી રહ્યા છે આ તકે રાજ્ય સરકાર વેપારીઓને મદદ કરે તેવી આશા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે. 

error: Content is protected !!