ઇન્કમ ટેક્સ હેઠળ કરવાના થતાં વિવિધ કાર્યો માટે સમયસર મુદત વધારો કરવામાં આવ્યો જાહેર. માત્ર કોવિડનું જ કારણ???
ઇન્કમ ટેક્સ રિટર્ન માટેની મુદતમાં સમયસર વધારો જાહેર કરવો આવકારદાયક પરંતુ પોર્ટલ પર રિટર્ન શરૂ કરવાનો વિલંબ અંગે કોઈ ઉલ્લેખ નહીં!!!
તા. 21.05.2021: ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાએ કરવાંના થતાં વિવિધ કાર્યો માટે સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા સર્ક્યુલર 9/2021 તા. 20 મે 2021 બહાર પડી સમયસર મુદત વધારાની જાહેરાત કરવાં આવી છે.
- ઓડિટને પાત્ર ના હોય તેવા ધંધાકીય આવક ધરાવતા કરદાતા, પગારદાર કરદાતા, વ્યાજ જેવી આવક ધરાવતા કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાંની મુદત 31 જુલાઇ થી વધારી 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
- ઓડિટ કરાવવા પાત્ર ધંધાકીય કરદાતાઓ માટે ઓડિટ રિપોર્ટ અપલોડ/એકસેપ્ટ કરવાંની મુદત 30 સપ્ટેમ્બરથી વધારી 31 ઓક્ટોબર 2021 કરવામાં આવી છે.
- ઓડિટ કરાવવા પાત્ર ધંધાકીય કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓક્ટોબરથી વધારી 30 નવેમ્બર કરવામાં આવી છે.
- નાણાકીય વર્ષ 2020-21 ના ઇન્કમ ટેક્સના “બિલેટેડ રિટર્ન” તથા “રીવાઇઝ રિટર્ન” ભરવાની મુદત જે 31 ડિસેમ્બર 2020 છે તેમાં વધારો કરી 31 જાન્યુઆરી 2021 કરવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સના નિયમ 114E હેઠળ ભરવાના થતાં “સ્ટેટમેંટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્સેકશન” (STF) ની મુદત 31 મે થી વધારી 30 જૂન કરી આપવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સના નિયમ 114G હેઠળ રજૂ કરવાના થતાં “સ્ટેટમેંટ ઓફ રિપોર્ટેબલ એકાઉન્ટસ” ની મુદત 31 મે થી વધારી 30 જૂન કરવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સના નિયમ 31A હેઠળ ભરવાના થતાં TDS ના સ્ટેટમેન્ટની મુદત 31 મે થી વધારી 30 જૂન કરવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સના નિયમ 31 હેઠળ કર્મચારીને આપવાના થતાં ફોર્મ 16 આપવાની મુદત 15 જૂન થી વધારી 15 જુલાઇ કરવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સના નિયમ 30 તથા 37CA હેઠળ ભરવાના થતાં બુક એન્ટ્રી દ્વારા TDS/TCS ની વિગતો અંગેના મે 2021 માટે સ્ટેટમેન્ટ ફોર્મ
- આ ઉપરાંત 24G, 64C, 64D જેવા અન્ય ફોર્મસ, જે માત્ર અમુક ખાસ પ્રકારના કરદાતાઓ નેજ લાગુ પડે તેવા ફોર્મ ભરવાની મુદતમાં 15 દિવસથી લઈ 30 દિવસ સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
આ સર્ક્યુલર દ્વારા ખાસ ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત માં વધારો કરવામાં આવ્યો છે પરંતુ 1 લાખ કરતાં વધુ ટેક્સ સેલ્ફ એસેસમેંટ ટેક્સ ભરવા વાળા કરદાતા માટે આ વધારાની મુદત દરમ્યાન ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234A હેઠળ વ્યાજ ભરવાની જવાબદારી આવશે.
CBDT દ્વારા જાહેર કરવામાં આવેલ સમયસર વધારો ચોક્કસ આવકાર દાયક છે પરંતુ આ વધારા પાછળ માત્ર કોરોના મહામારીનું કારણ આપવામાં આવેલ છે તે યોગ્ય નથી તેવું ઘણા ટેક્સ પ્રોફેશનલ્સ માની રહ્યા છે. નાણાકીય વર્ષ શરૂ થયા ને 1 મહિનો અને 20 દિવસ થઈ ગયા હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન હાલ પોર્ટલ ઉપર કેમ કાર્યરત થયા નથી તેવો પ્રશ્ન પણ ટેક્સ પ્રોફેશનલ્સમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
ખુબ સરળ જાણકારી