કરચોરો સાવધાન!!! હવે ઇ વે બિલ થયું છે ફાસ્ટ ટેગ સાથે લિન્ક, અધિકારીને આપવામાં આવી ખાસ મોબાઈ એપ…

Spread the love
Reading Time: < 1 minute

અધિકારી પોતાની આસપાસના ટોલ પ્લાઝાને લિન્ક કરી પસાર થતાં માલવહન ઉપર રાખી શકશે નજર

તા. 21.05.2021: જી.એસ.ટી. હેઠળ ટેક્સ ચોરીના સમાચાર અંગે અવાર નવાર વાંચવા મળતા હોય છે. આ ટેક્સ ચોરીમાં “ફેક ઇંવોઇસ”, માલ વહનને લગતા કિસ્સાઓ સૌથી વધુ હોય છે. માલ વહન દરમ્યાન થતી ટેક્સ ચોરી રોકવા એક મહત્વનું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. જી.એસ.ટી. હેઠળના ઇ વે બિલને “ફાસ્ટ ટેગ” સાથે જોડવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે તમામ ટોલ પ્લાઝા માટે ફાસ્ટ ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાથી હવે ઇ વે બિલમાં જે ગાડી નંબર દર્શાવવામાં આવેલ હોય તેની વિગતો અધિકારીઓ મેળવી શકશે. જી.એસ.ટી. “મોબાઈલ સ્કવોડ” ના અધિકારીઓને ખાસ મોબાઈલ એપ આપવામાં આવી છે. આ એપ પર અધિકારીઓએ પોતે જે વિસ્તારમાં “પેટ્રોલીંગ” કરી રહ્યા હોય તે વિસ્તાર નજીકના “ટોલ પ્લાઝા” ને પોતાના મોબાઈલમાં લિન્ક કરવાના રહેશે. જ્યારે કોઈ ટ્રક આ ટોલ પ્લાઝા પરથી પસાર થયા હોય તેની “એલર્ટ” અધિકારીને એપ ઉપર મળશે. આ એપ ઉપર અધિકારીને તમાકુ જેવી સેન્સિટિવ ચીજ વસ્તુનું વહન કરતા વાહનની વિગત પણ મળી રહશે. આ ઉપરાંત અધિકારી કોઈ ખાસ વાહન અથવા કોઈ ખાસ જી.એસ.ટી. નંબરના માલ વહનને પણ “ટ્રેક” કરી શકશે. આ ઉપરાંત કોઈ વાહનના ફેરા અંગેનો ઇતિહાસ પણ અધિકારી જોઈ શકશે. કોઈ વાહન ક્યાં રુટ ઉપર ચાલે છે, કોઈ બે ટોલ પ્લાઝા વચ્ચે વાહન કેટલી વાર ફરે છે તે અંગેની વિગતો પણ અધિકારી આ એપ ઉપર જાણી શકે છે.

આ પ્રકારની એપ દ્વારા મોબાઈલ ચેક પોસ્ટ અધિકારીને કરચોરી પકડવામાં ખૂબ મોટી મદદ મળશે તે બાબત ચોક્કસ છે. ફાસ્ટ ટેગને ઇ વે બિલ સાથે જોડવાના કારણે કરચોરો માટે મુસીબતમાં મોટો વધારો થશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!