ઇન્કમ ટેક્સ પોર્ટલની ટીકા તો ઘણી કરી, હવે કરી લઈએ થોડા વખાણ!!

Spread the love
Reading Time: 2 minutes

ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા બાદ ઘણા કરદાતાઓના રિટર્ન થઈ રહ્યા છે 1 દિવસમાં પ્રોસેસ, મળી રહ્યા છે રિફંડ 1 દિવસમાં!!

તા. 27.06.2022: ગત વર્ષ એટલેકે નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષમાં ઇન્ફૉસિસ દ્વારા સંચાલિત નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ કર્યા સાથે જ કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને અનેક તકલીફો પડી હતી. નવા ઇન્કમ ટેક્સ પોર્ટલે, જી.એસ.ટી. પોર્ટલ લોન્ચની યાદ તાજા કરવી હતી. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્કમ ટેક્સ પોર્ટલની ખૂબ આલોચના કરવામાં આવી હતી. ઈન્ફોસિસ તથા સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી હતી કે આ તમામ તકલીફો કોઈ પણ નવા પોર્ટલ ઉપર શરૂમાં આવતી હોય છે અને આને “ટીથીંગ ટ્રબલ” ગણી શકાય. પોર્ટલના શરૂઆતના દિવસોમાં ચોક્કસ કરદાતાઓ તને ટેક્સ પ્રોફ્ફેશ્ન્લસએ હાડમારી ભોગવી હતી. પરંતુ આજે 1 વર્ષ બાદ પોર્ટલ મહદ્દ અંશે સારી રીતે કામ કરી રહ્યું હોય તેમ કહી શકાય. ઇન્કમ ટેક્સ પોર્ટલના તથા ખાસ કરી ને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના એ બાબતે વખાણ કરવા જરૂરી છે ઘણા કરદાતાઓના રિટર્ન 01 દિવસના ટૂંકા ગાળામાં પ્રોસેસ કરી આપવામાં આવે છે. એવા પણ દાખલા છે કે કરદાતા કે જેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન આધાર વડે વેરીફાઈ કરી આપે છે તેઓના રિફંડ 1 દિવસ જેવા ટૂંકા ગાળામાં પાસ કરી આપવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ જ્યારે સારી રીતે ચાલે નહીં ત્યારે અનેક ટીકાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ આજે જ્યારે ઇન્કમ ટેકસ પોર્ટલ તથા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સારી કામગીરી કરી રહી છે ત્યારે આ બાબતે વખાણ કરવા ઘટે. આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ જેતપુરના જાણીતા એડવોકેટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે, “આજે એક વર્ષ બાદ ઇન્કમ ટેક્સ પોર્ટલ ખૂબ સારું ચાલી રહ્યું છે. રેકટિફિકેશનમાં હજુ થોડી તકલીફ પડી રહી છે. પરંતુ સામાન્ય રીતે અમુક રિટર્નને બાદ કરતાં તમામ રિટર્ન ખૂબ ઓછા સમયમાં પ્રોસેસ કરી નાંખવામાં આવે છે. જે સરાહનીય બાબત કહેવાય. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર હાલ રેકટીફીકેશન અને ગ્રીવન્સ મિકેનીઝમ સિસ્ટમમાં વધુ સુધારાને અવકાશ છે તેવું હું માનું છું. આ ઉપરાંત એક મહત્વની બાબત હું ઉમેરવા માંગુ છું કે હાલ સેવિંગ કે FD વ્યાજ જેવી અન્ય આવક જે હેડ નીચે બતાવા માં આવેલી હતી પંરંતુ CA ના 3CD રીપોર્ટીંગ માં 16(d) માં ફરી થી આ આવક બતાવતા પોર્ટલે તે જ આવક ફરીથી ઉમેરી ને રીટર્ન પ્રોસેસ કર્યા છે. 143(1)(a) માં રીપ્લાય થી સ્પષ્ટીકરણ આપ્યા પછી પણ આ આવક ને ઉમેરી ને રીટર્ન પ્રોસેસ કરવા માં આવી રહ્યા છે જે બહુ ગંભીર બાબત છે જેના કારણે અનેક કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મુશ્કેલી ભોગવી રહ્યા છે જે અંગે સુધારો કરવો જરુરી છે.”  પોર્ટલમાં ગત વર્ષની સરખામણીએ ઘણો સુધારો થયો છે તે બાબત નિર્વિવાદ છે પરંતુ હજુ અમુક સુધારાઓ અપેક્ષિત છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

2 thoughts on “ઇન્કમ ટેક્સ પોર્ટલની ટીકા તો ઘણી કરી, હવે કરી લઈએ થોડા વખાણ!!

  1. Kai vakhan thay eva nathi……….aaje fari pachu atki gayu……….vakhaneli khichdi dante valgi

Comments are closed.

error: Content is protected !!