જી.એસ.ટી. ની મહત્વપૂર્ણ 47 મી બેઠક પૂર્ણ, કરદાતાઓ માટે આવી આ મહત્વની રાહતો
તા. 29.06.2022: જી.એસ.ટી. કાઉન્સીલની 47 મી બેઠક ચંડીગઢ ખાતે મળી હતી. બે દિવસ ચાલેલી આ બેઠકમાં જી.એસ.ટી. હેઠળ વિવિધ ચીજ વસ્તુઓઓના દરોમાં ફેરફાર કરવા સાથે કરદાતાઓને મહત્વની રાહત આપવામાં આવી છે. આ રાહતમાં નીચેની મહત્વની રાહતોનો સમાવેશ થાય છે.
- ઇ કોમર્સ સાથે જોડાયેલ કરદાતાઓને ફરજિયાત લેવા પડતાં જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં મુક્તિ
- કંપોઝીશન ટેક્સ પેયર્સને ઇ કોમર્સ ઓપરેટરો દ્વારા રાજ્યમાં ના વેચાણને આપવામાં આવશે છૂટ.
- નાણાકીય વર્ષ 2021 22 ના GSTR 4 લેઇટ ફી વગર ભરવાની છૂટ 28.07.2022 સુધી આપવામાં આવશે.
- કંપોઝીશન કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2022 23 ના કમ્પોઝીશનના ફોર્મ CMP 08 ભરવાની તારીખ 18.07.2022 છે તેને વધારી 31.07.2022 કરવામાં આવશે.
- 20.03.2020 થી 28.02.22 ના સમયગાળાને રિફંડ મેળવવા માટેના સમયગાળા માંથી બાકાત કરવામાં આવશે જેના કારણે ઘણા કરદાતાઓ પોતાના રિફંડ મેળવવાની અરજી કરી શકશે.
- ઇનવરટેડ રેઇટને લગતી રિફંડની અરજીમાં સેવાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ કરદાતા મેળવી શકશે.
- UPI/IMPS દ્વારા પણ GST ભરી શકાશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
- જી.એસ.ટી. રિટર્નના ભરવાના કારણે રદ કરવામાં આવેલ જી.એસ.ટી. નંબર આ રિટર્ન ભરાતા ઓટો રિવોક થઈ જશે તેવી જોગવાઈ કરવામાં આવશે.
- GSTR 3B માં મહત્વના ફેરફાર કરવામાં આવશે જે ફેરફાર અંગે કરદાતાઓના અભિપ્રાય માંગવામાં આવશે.
ઉપરની મહત્વની જાહેરાત ઉપરાંત GSTN ને કંપોઝીશનના કરદાતાઓ માટેનો નેગેટિવ લાયાબિલિટી અંગેની મુશ્કેલી જલ્દીથી હલ કરવા જણાવવામાં આવ્યું છે. એક બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. હેઠળ વિવિધ ચીજવસ્તુઓ કે સેવાઓના દર અંગે અથવા તો કરદાતાને આપવામાં આવેલ રાહતો વિષે જી.એસ.ટી. કાઉન્સીલ માત્ર સૂચન કરતી હોય છે. આ અંગે સરકાર દ્વારા કાયદા હેઠળ નોટિફિકેશન (જાહેરનમું) બહાર પાડવામાં આવે ત્યારે જ આ વેરાના દરો તથા રાહતો લાગુ થતી હોય છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે