જી.એસ.ટી. હેઠળ નોંધણી માટેની 40 લાખની મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપારમંડળ

GSTR 9 તથા 9C ભરવામાં મુક્તિ આપવામાં આવી તે બદલ પ્રધાનમંત્રી નો માનવમાં પત્ર દ્વારા આવ્યો આભાર
તા. 21.12.2023: સમગ્ર દેશમાં પથરાયેલા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ દ્વારા પ્રધાનમંત્રી, નાણાં મંત્રી સહિતના મંત્રીઑને પત્ર દ્વારા GSTR 9 તથા GSTR 9C ભરવામાંથી મુક્તિ આપવાના પગલાંને અવકારયું હતું અને તેઓનો આભાર પ્રકટ કર્યો હતો. આ સાથેજ ફેડરેશન દ્વારા જી.એસ.ટી. હેઠળ ફરજિયાત નોંધણી લેવા માટેની જે મર્યાદા ચાળીસ લાખ છે તેમાં વધારો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાણાં વેપારીઓ પાસે જી.એસ.ટી. હેઠળની જોગવાઈનું પાલન કરવા માટે યોગ્ય સમજણ ધરાવતો સ્ટાફ નથી હોતા અને આ કારણે ઘણીવાર નાના કરદાતાઓએ મોટો દંડ, વ્યાજ વગેરે ભરવાની જવાંદરી ઉપસ્થિત થતી હોય છે. નાના વેપારીઓ માટે મુક્તિ મર્યાદા વધારવામાં આવશે તેવી આશા સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે