ઉનાથી સારવાર કરાવવા દર્દી મુંબઈ જાય પણ મુંબઈથી ઉના આવે?? હા, ચોક્કસ આવે
મુંબઈના વાતની મહિલાનું માં બનવાનું સ્વપ્ન થઈ શકે છે હવે સાકર
મુંબઈની હોસ્પિટલોમાં પણ યોગ્ય નિદાન ન થતાં દંપતી અહીં સુધી પહોચ્યું’તું , સ્વસ્થ થતાં રજા અપાઈ
ઊનામાં મહિલાના ગર્ભાશયમાથી 25 ગાંઠ નીકળી , ત્રણ કલાકની જાહેમત બાદ થયું સફળ ઓપરેશન
તા. 21.12.2023: મુંબઈમાં રહેતા એક મહિલા મુંબઈ મહાનગરના એક તબીબ પાસે બાળક રહે તે માટેના નિદાન તથા સારવાર કરાવતા હતા. મુંબઈના તબીબ આ બાબતે સફળ ના રહેતા આ મહિલા મુંબઈથી ઉના પોતાના ઈલાજ કરાવવા માટે આવ્યા હતા. કોઈ દર્દી ઈલાજ કરાવવા ઉના જેવા નાના ગામથી મુંબઈ જાય તે સામાન્ય બાબત છે પરંતુ કોઈ દર્દી પોતાનો ઈલાજ કરાવવા મુંબઈ જેવા મહાનગરથી ઉના જેવા નાના ગામ આવે તેને તો “ઉલ્ટી ગંગા” જ કહી શકાય. હા આવું જ બન્યું મુંબઈના આ મહિલા દર્દી સાથે. મુંબઈ ખાતે સારવાર દરમ્યાન તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કદી માતા બની શકશે નહીં. જ્યારે આ મહિલા ઉના ખાતે ગાયનેક તરીકે સેવા આપતા તબીબી દંપતી ડો. આશિષ વકીલ તથા ડો અલ્કા વકીલના સંપર્કમાં આવ્યા હતા. આ તબીબ દંપતી દ્વારા મહિલાના શરીરમાં રહેલ 25 જેટલી નાની મોટી ફાઇબ્રોઇટની ગાંઠ કાપી સફળ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન અંદાજે ત્રણ કલાક જેટલું ચાલ્યું હતું. આ સાથે જ મહિલાની માતા બનવાની આશા સર્જાઈ છે. આ ઓપરેશન પછી માત્ર ત્રણ દિવસમાં દર્દીને રજા આપવામાં આવી હતી. દર્દી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈની ઘણી હોસ્પિટલમાં અમે સારવાર તથા નિદાન અર્થે ગયા હતા પરંતુ ધાર્યું પરિણામ મળી રહ્યું ના હતું. આ સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે બાળક રહેવાની શક્યતાઓ ખૂબ ધૂંધળી દેખાઈ રહી હતી. મહિલા દર્દી તથા તેના પરિવાર દ્વારા તબીબી દંપતીનો આભાર માનવમાં આવ્યો હતો. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે