ઉના ખાતે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના સહયોગથી ની:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું થયું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

કેન્સર નિદાન કેમ્પમાં 105 જેટલી મહિલાઓએ લીધો લાભ:

તા. 21.12.2023: રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા તા. 19-12-2023 ના રોજ ઉના ખાતે મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સર નિદાન માટેનો ની:શુલ્ક કેમ્પનું આયોજન શ્રી લેઉવા પટેલ સમાજ (ખોડલધામ) ખાતે થયું હતું. આ કેમ્પમાં બોહળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં કુલ 105 મહિલાઓએ કેન્સર માટે નું સ્ક્રીનીંગ કરવાલે હતું. સમગ્ર કેમ્પ માટેનો આર્થિક સહયોગ સ્વ. ગીતાબેન શાંતિભાઈ દોમડિયા હસ્તે પ્રતિભાબેન જયભાઈ ધાનાણી દ્વારા મળેલ હતો.  આ કેમ્પના સફળ આયોજન માટે તુષારભાઈ દોમડિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર વતી પ્રતિકભાઈ તથા નીરવભાઈ જિંજુવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!