વેટ કાયદા હેઠળ કરદાતા પાસે વસુલતા વ્યાજમાં કરવામાં આવ્યો ઘટાડો!! જી.એસ.ટી. માં ક્યારે થશે આ ઘટાડો??

Spread the love
Reading Time: < 1 minute

ગુજરાત વેટ હેઠળ 01.10.2023 પછી જ્યારે વેપારી મોડો વેરો ભારે ત્યારે 18% ના બદલે 12% વ્યાજ થશે લાગુ

તા. 21.12.2023: ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ, 2003 હેઠળ વેપારી રિટર્ન સાથે ભરવાપાત્ર વેરો મોડો ભરે, આકારણી હેઠળ કોઈ વ્યાજ ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં, વેપારીને ચૂકવવામાં આવેલ રિફંડ પરત લેવાના કિસ્સામાં વેપારી 18% વેરો, દંડ ઉપરાંત 18% વ્યાજ ભરવા જવાબદાર હતા. આ વ્યાજદર માં મહત્વનો ઘટાડો કરી 12% કરી આપવામાં આવ્યો છે. વ્યાજના આ ઘટાડેલા દર 01.10.2023 થી લાગુ થશે. વર્તમાન પરિસ્થિતીમાં અર્થતંત્રમાં વ્યાજદરોમાં ખૂબ ઘટાડો આવ્યો છે. અર્થતંત્રના આ સિદ્ધાંત મુજબ જ આ વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.  ઉલ્લેખનિય છે કે હાલ ગુજરાત વેટ માત્ર પેટ્રોલ-ડીઝલ-CNG જેવી ચીજ વસ્તુઓ તથા દારૂ (લાઇસન્સ ધરાવતા દારૂના વેપારી માટે) ઉપર જ લાગુ પડે છે. આમ, આ વ્યાજ ઘટાડાનો ફાયદો ખૂબ ઓછા વેપારીઓ માટે લાગુ પડશે. આ સાથે જી.એસ.ટી. હેઠળ પણ વ્યાજ દર ઘટાડવામાં આવે તેવી માંગણી વેપારી આલમમાં ઉઠી રહી છે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

VAT_Interest rate reduction_GHN-75-VAT-2023-S.30(5), 37(4), 42(4), (6)&(7), 59B(13)(1)-Th FD VAT 01-10-2023

error: Content is protected !!