“ફ્રોડ” તથા “ઇનેલીજીબલ ક્રેડિટ” ક્લેઇમ કરવામાં આવેલ હોય તોજ જી.એસ.ટી.ના નિયમ 86A હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકાય: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

નિપુન એ ભગત, પ્રો: સ્ટીલ ક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ વી. ગુજરાત રાજ્ય

ગુજરાત હાઇકોર્ટ, 14931/2020

આદેશ તા. 04.01.2021

કેસના તથ્યો:

  • અરજ્કર્તાએ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા હતા.
  • 05 સપ્ટેમ્બર 2020 ના રોજ તેઓને રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ગુજરાત વેટ કાયદાની કલમ 44 હેઠળ બેન્ક ટાંચની નોટિસ આપવામાં આવેલ હતી.
  • આ બેન્ક ટાંચ અરજ્કર્તા જે અન્ય કંપની (ડોલ્ફિન મેટલ્સ) ના ડિરેક્ટર હતા તેની વસૂલાત બાબતે મૂકવામાં આવી હતી. આ વસૂલાત 2006-07 થી 2013-14 ના વર્ષો માટેની હતી.
  • જે બેન્કને વસૂલાત માટે આદેશ કરવામાં આવ્યો હતો તે બેન્ક દ્વારા બેન્ક ટાંચ મૂકવા અંગે ના પડી હતી.
  • આ અંગે બેન્ક દ્વારા એ રજૂ કરવાંમાં આવ્યું હતું કે નોટિસમાં દર્શાવવામાં આવેલ PAN તથા બેન્ક પાસે એકાઉન્ટ હોલ્ડરના PAN માં તફાવત આવતો હતો.
  • 05 સપ્ટેમ્બરના રોજ જ અધિકારી દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ અરજ્કર્તાની 17,94, 723/- ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાના હેઠળ બ્લોક કરી દીધી હતી.
  • કરદાતા દ્વારા 23 સપ્ટેમ્બરના રોજ અધિકારીને આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રીલીઝ કરવા વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો હતો.
  • આ વિનંતી અધિકારી દ્વારા માન્ય રાખવામા આવેલ ન હતી અને આ કારણે કરદાતાએ આ રીટ પિટિશન ફાઇલ કરેલ છે.

કરદાતા તરફે દલીલ:

  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જે તે કંપની પાસેની વસૂલાત કરવા ડિરેક્ટરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવે તે યોગ્ય નથી.
  • રાજ્ય સરકારનું આ પગલું ભરતીય બંધારણ હેઠળના અનુછેદ 14 તથા 19(1)(g) વિરુદ્ધનું ગણાય.
  • વિવિધ ચુકાદાઑ દ્વારા પ્રતિપાદિત થઈ ચૂક્યું છે કે કોઈ કંપનીની જવાબદારી માટે ડિરેક્ટરને જવાબદાર ઠેરવી શકાય નહીં.
  • ડોલ્ફિન મેટલ્સ એ પબ્લિક લિમિટેડ કંપની હતી અને તેની વસૂલાત તેના ડિરેક્ટર પાસેથી થઈ શકે નહીં.
  • નિયમ 86A થી અધિકારી જી.એસ.ટી. કાયદા હેઠળ થયેલ ડિમાન્ડની વસૂલાત માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકે પરંતુ અન્ય કોઈ કાયદા હેઠળની વસૂલાત માટે આ નિયમનો ઉપયોગ થઈ શકે નહીં.

સરકાર તરફે દલીલો:

  • સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ 1956 ની કલમ 18 હેઠળ કંપનીના ડાયરેક્ટર પણ વસૂલાત માટે જવાબદાર ઠરે.
  • આ ઉપરાંત ગવર્નમેંટ પ્લીડર દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 49(3) તથા 142(8) અંગે કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યુ હતું કે અગાઉના કાયદા હેઠળ ઊભી થયેલી ડિમાન્ડની વસૂલાત માટે પણ નિયમ 86A નો ઉપયોગ થઈ શકે છે.
  • કંપની એક્ટ હેઠળ જે કંપની લિકવિડેશનમાં હોય તેની જવાબદારી ડિરેક્ટર પાસેથી વસૂલ થઈ શકે છે.

કોર્ટનો ચુકાદો:

  • કંપની એક્ટ 1956 ની કલમ 18 એ પ્રાઈવેટ કંપની બાબતે છે. જ્યારે ડોલ્ફિન મેટલ્સ એ પબ્લિક કંપની છે.
  • શું ડોલ્ફિન મેટલ્સ લી ની વસૂલાત કરવા ડિરેક્ટરની ક્રેડિટ જી.એસ.ટી. નિયમ 86A હેઠળ બ્લોક કરી શકાય?? આનો સ્પષ્ટ જવાબ ના માં આવે છે.
  • નિયમ 86એ હેઠળ ક્રેડિટ બ્લોક કરવા તે નિયમની શરતો પુર્ણ થયેલ હોવી જોઈએ.
  • નિયમ 86A મુજબ ક્રેડિટ બ્લોક તો જ કરી શકાય જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ “ફ્રોડ” વડે લેવામાં આવેલ હોય અથવા “ઇનેલીજીબલ ક્રેડિટ” ક્લેમ કરવામાં આવેલ હોય.
  • આ કિસ્સામાં નિયમ 86(1) માં જણાવેલ શરતો પૂર્ણ થતી ના હોય ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક થઈ શકે નહીં.
  • આ મુદ્દા ઉપર ગુજરાત હાઇકોર્ટના મી. ચોક્સી વી. ગુજરાત રાજ્ય(SCA 243/1991), ડિફર્ંટ સોલ્યુશન માર્કેટિંગ પ્રા. લી. વી. ગુજરાત રાજ્ય (SCA 19949/2015) તથા પારસ શાંતિલાલ સાલ્વા વી. સ્ટેટ ઓફ ગુજરાત (7801/2019) નું સમર્થન કરદાતાને મળે છે.
  • આ રિટ પિટિશન મંજૂર કરી જી.એસ.ટી. ડિપાર્ટમેંટને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જલ્દી રીલીઝ કરવા આદેશ કરવામાં આવે છે.
  • આ આદેશથી ડોલ્ફિન મેટલ્સ ઉપર વસૂલાતની કોઈ કાર્યવાહીમાં બાધ આવશે નહીં.

(સંપાદક નોંધ: જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા નિયમ 86A નો ઉપયોગ માત્ર એવા સંજોગોમાંજ થઈ શકે જ્યાં અધિકારીને માનવને કારણ હોય કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ “ફ્રોડ” દ્વારા અથવા ઇનેલીજીબલ હોવા છતાં ક્લેમ કરવામાં આવેલ છે. આ સિવાય ગમે તે સંજોગોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક ન થઈ શકે તેવો મહત્વનો સિદ્ધાંત આ ચુકાદા દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે.)

error: Content is protected !!