સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 25TH January 2021

Spread the love
Reading Time: 4 minutes

25TH January 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમો મ્યુનિસીપાલિટી છીએ. કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની આવાસ યોજના હેઠળ એમોએ ૭૦૦ રહેઠાણના મકાન બનાવેલ છે.  તે અંગેની અમોને કેન્દ્ર તથા રાજય સરકાર તરફથી મળેલ ગ્રાન્ટમાથી એમોએ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરેલ છે, અને જે તે લાભાર્થીને મકાન ફાળવી આપેલ છે . જે-તે લાભાર્થી પાસેથી એમોએ કોઈ જ રકમ મેળવતા નથી. ઉપરોક્ત વિગતે કોન્ટ્રાકટરે વેચાણ બિલ બનાવી (મ્યુનિસીપાલિટીના નામનું) GSTR 1 UPLOAD કરેલ છે જેથી અમારા GSTR 2A માં  ITC બતાવે છે. પરંતુ અમો કોઈ જ ખરીદી કે વેચાણ કરતાં ન હોય ITC માંગેલ નથી. અમોએ કોઈ આઉટપુટ ટેક્સ પણ દર્શાવેલ નથી અને ભરેલ પણ નથી. જેથી અમારા કેસમાં અમારે 3B માં કાઇજ કરવાનું રહે નહીં તેવું અમારું માનવું છે. શું આ યોગ્ય છે? કે કોઈ ટેક્ષની અમારી જવાબદારી આવે?                                                                                       હેમાંગીબેન શેઠ

જવાબ: તમારા અસીલ મ્યુનિસિપાલિટી તરફથી રહેઠાણના મકાનોની માત્ર ફાળવણી કરવામાં આવે છે. આ ફાળવણીમાં કોઈ રકમ મ્યુનિસિપાલિટી મેળવતી નથી. આમ, GSTR 3B માં આ ફાળવણી સમયે કોઈ અસર આવે નહીં. કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી જ્યારે ગ્રાન્ટ આવે છે તેને જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28 જૂન 2017 ની એન્ટ્રી 9C નો લાભ મળે  NIL રેટેડ સર્વિસ ગણાય તેવો અમારો મત છે.

 

  1. મ્યુનિસિપાલિટી દ્વારા કેન્દ્ર તથા રાજ્યની યોજના હેઠળ વોટર ડ્રેનેજ સિસ્ટમ હેઠળ કોન્ટ્રાકટર પાસે યોગ્ય કામ કરવી ગ્રાન્ટમાથી પેમેન્ટ કરેલ છે, જેમાં પણ અમારી ટેક્ષની કોઈ જવાબદારી ઊભી થાય કે કેમ ?                                                                                                     હેમાંગી બેન શેઠ

જવાબ: ના, આ સેવા માટે પણ તમારા અસીલની કોઈ જવાબદારી આવે નહીં કારણકે આ પ્રકારની સેવામાં માત્ર પેમેન્ટ કરવામાં આવે છે. જે આવક થાય છે તે ગ્રાન્ટમાંથીજ થતી હોય કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી જ્યારે ગ્રાન્ટ આવે છે તેને જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28 જૂન 2017 ની એન્ટ્રી 9C નો લાભ મળે  NIL રેટેડ સર્વિસ ગણાય તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓ વેચાણ ઉપર કમિશન આપે છે. આ કમિશન મેળવનાર જી.એસ.ટી. હેઠળ બિનનોંધાયેલ છે. શું અમારા અસીલની RCM ઉપર જવાબદારી આવે?                                                                          જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: ના, હાલ, જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) લાગુ પડતી ન હોય આપના અસીલની RCM હેઠળ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ નવસારી ખાતે “આર્કિટેક્ટ” ની સેવા પૂરી પડે છે. તેઓએ એક સૉફ્ટવેરની ખરીદી કોલકાતાથી કરેલ છે. આ સૉફ્ટવેર ઉપર IGST ચાર્જ કરવામાં આવેલ છે. શું આ IGST ની ક્રેડિટ અમારા અસીલ ને મળે?                                                                પંકજ મોદી, નવસારી

જવાબ: હા, કોલકાતાથી IGST ઉપર કરેલ સૉફ્ટવેર ખરીદી એ “કેપિટલ ગુડ્સ” ગણાય અને આની ક્રેડિટ કરદાતાને મળે.

 

ઇન્કમ ટેક્સ

  1. સૉફ્ટવેર” એ Fixed Asset ગણાય? તેના ઉપર ડેપરિશિએશન ક્યાં દરે બાદ મળે?                                                        પંકજ મોદી, નવસારી

જવાબ: હા, સૉફ્ટવેરએ Fixed Assets ગણાય અને 40% ના દરે ઘસારાપાત્ર ગણાય.

 

  1. અમારા અસીલનું તા. 26.06.2020 ના રોજ મૃત્યુ થયું છે. તેઓ દ્વારા 2019 20 ન વર્ષમાં એક જમીન નું વેચાણ કરેલ છે જેનો કેપિટલ ગેઇન 20 લાખ થાય છે. આ અસીલ ના બે પુત્રો દ્વારા બે અલગ અલગ ફ્લેટ ખરીદવામાં આવ્યા છે. આ ફ્લેટની ખરીદી માટે હાઉસિંગ લોન પણ લેવાની છે. આ કિસ્સામાં શું 54 F હેઠળ મુક્તિ મળી શકે?                                                                                                                  CA કલ્પેશ પટેલ,               

જવાબ: 2019-20 દરમ્યાન કેપિટલ ગેઇન ઉદભવેલ છે ત્યારે કરદાતા જીવિત હતા. આમ, આ કેપિટલ ગેઇન તમારા અસીલ જેમનુ મૃત્યુ થયું છે તેમનામાં જ કરપાત્ર ઠરે. આમ, તેમના પુત્રો દ્વારા ખરીદવામાં આવેલ ફ્લેટ ની મુક્તિ મળે નહીં તેવો અમારો મત છે.

જો આ નવા ફ્લેટ મૃત કરદાતાએ વેચાણ કરેલ મિલકતની રકમમાંથી ખરીદવામાં આવેલ હોય તો આ બાબતે મુક્તિ માંગી શકાય છે તેવો બીજો મત છે.  આ પ્રકારના વ્યવહારોનું સમર્થન કરતાં અમુક ચૂકડાઓ પણ આવેલ છે. પણ આ મુક્તિ બાબતે ભવિષ્યમાં તકરાર (લીટીગેશન) માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરાના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવા વાચકોના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!