50000 થી નીચેની રકમના ઘણા બધા ઇંવોઇસ સાથે માલનું વહન થતું હોય તો શું ઇ વે બિલ બનાવવું જરૂરી છે??

Spread the love
Reading Time: 2 minutes

બોન કાર્ગોસ પ્રા લી. વી. ભારત સરકાર અને અન્યો

કેરેલા હાઇકોર્ટ, 1918/2020

આદેશ તા. 04.02.2020


કેસના તથ્યો:

  • અરજ્કર્તા એક “ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી” છે.
  • અરજ્કર્તાને (GTA ને) વેચનાર દ્વારા ખરીદનારને માલ પહોચડવા માલ આપવામાં આવ્યો હતો.
  • માલ વહન દરમ્યાન CGST અધિકારી દ્વારા ટ્રકની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
  • માલ વહન સાથે Part-B સામેલ ના હોય, આ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
  • અમુક માલનું મૂલ્ય બિલ પ્રમાણે 50000/- થી ઓછું થતું હતું.
  • માલની જપ્તી કરી 20274/- રકમની ટેક્સ તથા પેનલ્ટી લગાડવામાં આવી હતી.
  • આ પેનલ્ટી ભરવામાં આવે તોજ માલ છોડવા હૂકુમ કરવામાં આવ્યો હતો.

 

કરદાતા તરફે દલીલ:

  • અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશ યોગ્ય નથી કારણકે 50000 સુધીના બિલો માટે પાર્ટ B ભરવું ફરજિયાત નથી.
  • જે ઇંવોઇસનું મૂલ્ય 50000 થી વધુ છે તેના ઇ વે બિલ બનાવવામાં આવ્યા જ હતા.
  • GTA દ્વારા ઇ વે બિલ બનાવવું તોજ જરૂરી છે જ્યારે જે તે ઇંવોઇસની રકમ 50000/- થી વધુ થતી હોય. 50000/- થી નીચેની રકમના બિલો માટે ઇ વે બિલ બનાવવું GTA માટે જરૂરી નથી.
  • માલ વેચનાર દ્વારા ચાર અલગ અલગ વસ્તુઓ હોવાથી અલગ અલગ બિલો બનાવવામાં આવેલ છે.
  • કાયદા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવેલ નથી કે જ્યારે માલ મોકલનાર અને માલ મેળવનાર એકજ વ્યક્તિ હોય ત્યારે એકજ બિલ બનાવવું ફરજિયાત છે.
  • કાયદાની કોઈ જોગવાઈનો ભંગ થયો ન હોય ટેક્સ અને દંડ લાદતો આદેશ રદ કરવામાં આવે.
  • જી.એસ.ટી. નિયમોના નિયમ 138(7) હજુ નોટિફાય થયો નથી. આમ, મલ્ટિપલ કનસાઈનમેંટ દરમ્યાન જે માલનું મૂલ્ય 50000/- થી વધુ હોય તેના માટેજ ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.

સરકાર તરફે દલીલો:

  • કરદાતા દ્વારા ઇ વે બિલની જોગવાઇઓથી બચવા અલગ અલગ ઇંવોઇસ બનાવવામાં આવેલ છે.
  • ઉપરન ઇંવોઇસ પૈકી 3 ઇંવોઇસ તો એકજ દિવસમાં બનાવવામાં આવેલ છે.
  • અલગ અલગ ઇંવોઇસ બનાવવાની છૂટ આપવામાં આવે તો ઇ વે બિલની જોગવાઇ વ્યર્થ બની શકે છે.

 

કોર્ટનો ચુકાદો:

  • જી.એસ.ટી. નિયમોન નિયમ 138(7) નોટિફાય થયેલ નથી તેવી કરદાતાની દલીલી ખૂબ વ્યાજબી જણાય છે. આ સામે સરકારી વકીલ દ્વારા કોઈ વિરોધ દર્શાવેલ નથી.
  • ઉપરોક્ત દલીલોને અંતે હાલ કોર્ટ એ નિર્ણય ઉપર આવે છે કે સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલ માલ કરદાતા દ્વારા ટેક્સ અને દંડ જેટલી રકમની બેન્ક ગેરંટી આપવામાં આવે ત્યારે મુક્ત કરી દેવામાં આવે.
  • કાયદાની જોગવાઇઓનું અર્થઘટન હાલ કોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું નથી.
  • આ કોર્ટ એવો આદેશ કરે છે કે આ અંગે વધુ સુનાવણી અધિકારી દ્વારા તુરંતજ કરવામાં આવે અને કાયદાની વિવિધ જોગવાઇઓ ધ્યાને લઈ અરજ્કર્તાને સાંભળવાની તક આપી કરવામાં આવે.
  • શક્ય હોય ત્યાં સુધી આ સુનાવણી આ ઓર્ડરની સર્ટિફાઇડ નકલ મળ્યાન 4 અઠવાડીયામાં કરવામાં આવે.
  • અધિકારી દ્વારા આ પિટિશનમાં લેવામાં આવેલી દલીલો ધ્યાને લઈ પોતાનો નિર્ણય આપવામાં આવે.

(સંપાદક નોંધ: આ ચુકાદામાં ભલે ઇ વે બિલની જોગવાઈના અર્થઘટન બાબતે કોઈ આદેશ કરવામાં આવેલ નથી પરંતુ જી.એસ.ટી. રૂલ 138(7) અંગે લાગુ થયેલ નથી તે અંગે મહત્વની ટિપ્પણી કરવામાં આવેલ છે. લેખકન અંગત મતે એકજ ખરીદનાર અને એકજ વેચનાર હોય તેવા સંજોગોમાં અલગ અલગ ઇ વે બિલ બનાવવું જોખમી રહે. પરંતુ GTA તરીકે જ્યાં સુધી 138(7) ની જોગવાઇઓ લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી 50000/- સુધીના બિલો માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી)

error: Content is protected !!