શું જી.એસ ટી. કાયદાની આ જોગવાઈઓ છે વેપાર વિરોધી???
શું GST નો કાયદો માત્ર Supplier ના હકની સુરક્ષા માટે જ છે??
એમ માનવમાં આવે છે કે ભારતીય કાયદાઓ સ્ત્રીઓ ના હક તરફ વધુ ઝૂકેલો છે, ત્યારે નિષ્ણાતો એવું મને છે કે GST નો કાયદો માત્ર Supplier ના હક તરફે નો જ છે. આવું કેહવા પાછળ નો હેતુ આ આર્ટીકલ મારફત સમજાવા નો પ્રયત્ન કરીએ છીએ.
GSTR-2A/2B V/S 180 Days Reversal or Interest on ITC:-
Section 16(2)(aa) :-
સદરહુ કલમ મુજબ વેચનાર વેપારી પોતાના GSTR-1 મા સમયસર જેટલા બીલો અપલોડ કરશે એટલા જ બીલો ખરીદનાર ને પોતાના GSTR-2B મા બતાવશે, અને જેટલા બીલો GSTR-2B મા બતાવશે એટલા જ બીલો ની ખરીદનાર ને ITC મળશે. ( પછી ભલે ને ખરીદનારે સમયસર ટેક્ષ સાથે ની રકમ વેચનાર ને ચૂકવી આપેલ હોય પણ જો વેચનાર
GSTR-1 મા બીલો સમયસર અપલોડ નહી કરે તો ખરીદનાર ને સદરહુ ITC મળશે નહી ) “પાડા ના વાંકે પખાલી ને ડામ”
Section 16(2)(c) :-
સદરહુ કલમ મુજબ ખરીદનારે જે ટેક્ષ ની રકમ વેચનાર ને ચૂકવી આપેલ છે તે ટેક્ષ ની રકમ વેચનાર સરકાર ને સમયસર ચૂકવી આપશે તો જ સદરહુ ટેક્ષ ની રકમ ITC સ્વરૂપે ખરીદનાર ને મળશે ( પછી ભલે ખરીદનારે સમયસર ટેક્ષ ની રકમ વેચનાર ને ચૂકવી આપેલ હોય, પણ જો વેચનાર એ રકમ સરકાર ને નહી ચુકવે નુકશાન ખરીદનાર ને ITC મળશે નહી ) “પાડા ના વાંકે પખાલી ને ડામ”
Section 16(2) ( Second Proviso ) :-
સદરહુ કલમ મુજબ ખરીદનારે 180 દિવસ ની અંદર વેચનાર ને ટેક્ષ સાથેની રકમ નું પેમેન્ટ કરવું ફરજીયાત છે અન્યથા સદરહુ રકમ ની ITC ખરીદનાર ને મળશે નહિ અને 180 દિવસ થી મોળું પેમેન્ટ થશે તો બીલ સદરહ બીલ ની તારીખ થી પેમેન્ટ ની તારીખ સુધી નું વ્યાજ સરકારશ્રી ને ચૂકવવાનું રેહશે. ( પછી ભલે વેચનારે GSTR-1 મા સદરહુ બીલ ના અપલોડ કર્યા હોઈ એટલા માટે ખરીદનારે સદરહુ પેમેન્ટ 180 દિવસ થી મોડું ચૂકવેલ હોઈ) “પાડા ના વાંકે પખાલી ને ડામ”
હવે ઉપરોક્ત કલમો ને આધારે જે પરિસ્થિતિઓ સર્જાય એ જણાવીએ છીએ.
1. Section 16(2)(aa) મુજબ આપને GSTR-2B મા બીલ બતાવે છે , એટલે કે વેચનારે સરકારશ્રી ને ટેક્ષ ચૂકવી આપેલ છે, પણ આપે 180 દિવસ મા પેમેન્ટ નથી કર્યું, ભલે તમારા વેચનાર ને આ બાબત થી વાંધો ના હોય પણ સાકારને ટેક્ષ મળી ગયો હોવા છતાં વાંધો છે. માટે આપને ITC મળશે નહી. (Supplier ના હક ની સુરક્ષા)
2. Section 16(2)(c) મુજબ વેચનારે સરકાર ને ટેક્ષ ની રકમ સમયસર ચૂકવી આપેલ પણ GSTR-1 મા અપલોડ કરવા મા ભૂલ થતા આપને GSTR-2B મા ના બતાવ્યું, તો ITC મળશે નહી (Supplier ના હક ની સુરક્ષા )
૩. આપે માલ ની ખરીદી કરેલ તેમજ Section 16(2) ( Second Proviso ) 180 દિવસ મા વેચનાર ને પેમેન્ટ કરી કરી આપેલ અને વેચનાર ડીફોલ્ટર થઈ ગયો , ભલે તમારી પાસે ખરીદ બીલ હોય, ટ્રાન્સપોર્ટ ના તેમજ પેમેન્ટ પુરાવા હોઈ તો પણ સરકાર શ્રી સદરહું ટેક્ષ વેચનાર પાસે થી નહી માંગે પરંતુ આપની પાસે થી ITC વ્યાજ સાથે પરત લેશે .(Supplier ના હક ની સુરક્ષા )
4. હવે એક સરકાર શ્રી ની win-win પરિસ્થિતિ , વેચનારે બીલ નં 1 GSTR-1 મા અપલોડ કરી આપેલ જેનો ટેક્ષ GSTR-3B મારફત 180 દિવસ મોળો ભર્યો તો વેચનાર પાસે થી વ્યાજ મળ્યું, વેચનારે GSTR-3B મોડું ભર્યું અને GSTR-1 સમયસર ભરી આપેલ જેથી ખરીદનાર ના GSTR-2B મા દેખાતા, ખરીદનારે ITC ક્લેમ કરી લીધેલ પરંતુ વેચનારે GSTR-3B મારફત 180 દિવસ મોળો ટેક્ષ ભર્યો માટે ખરીદનારે બીલ નં 1 નું પેમેન્ટ 180 દિવસ થી મોડું કર્યું તો ખરીદનાર પાસે થી પણ વ્યાજ મળ્યું, એક જ બીલ ઉપર વેચનાર અને ખરીદનાર બંને પાસે થી વ્યાજ મળ્યું. “અચ્છે દિન આ ગયે”
સદરહુ પરિસ્થિતિઓ ના આધારે વેચનાર ને ખરીદનાર તરફ થી એક હિન્દી કેહવત કહીએ છીએ
“चित भी मेरी, पट भी मेरी, अंटा मेरे बाप का”
ભડકેલા GST Practioners નો અવાજ
પ્રતિક મિશ્રાણી
(ટેક્ષ એડવોકેટ – જુનાગઢ)