ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત દ્વારા દિવાળી ગેટ ટુ ગેધરનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

અમદાવાદના નવદીપ હૉલ ખાતે દિવાળી સ્નેહ મિલન કાર્યેક્રમનું આયોજન, મોટી સંખ્યામાં સભ્યો રહ્યા હાજર:

તા. 03.11.2022: ટેક્સ એડવોકેટસ એસોસીએશન ગુજરાત તથા ટેક્સ એડવોકેટ્સ એસોસીએશન ગુજરાતની લેડિઝ વિંગના સંયુક્ત ઉપક્રમે પોતાના સભ્યો તથા તેમના પરિવાર માટે દિવાળી સ્નેહમિલન કર્યેક્રમનું આયોજન અમદાવાદના AMC નવદીપ હૉલ ખાતે 02 નવેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં એસોસીએશનના સભ્યો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 7 વાગ્યે શરૂ થયેલ પ્રોગ્રામમાં હાઉસી, કપલ મ્યુઝીકલ ચેર જેવી રમતો સભ્યો તથા પરિવારના સભ્યો માટે રમાડવામાં આવી હતી. આ રમતોમાં વિજેતાઓને એસોસીએશન દ્વારા વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતા. આ રમતો બાદ મહેમાનોએ ડિનરનો લાભ લીધો હતો. પ્રોગ્રામના સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ પંકજ શાહ, સેક્રેટરી બિંદેશ શાહ તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108