મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપતું ઉના બાર એસોસીએશન
Reading Time: < 1 minute
મોરબીના ઝૂલતા પુલ તૂટવાની ઘટનાના પગલે 150 થી વધુ મૃતકોને શ્રદ્ધાંજલી આપતા ઉના બાર એસોસીએશનના સભ્યો
તા. 03.11.2022: ઉના બાર એસોસીએશન દ્વારા ગત રવિવારે મોરબી ખાતે પુલ તૂટી જવાની ઘટનામાં મૃત્યુ પામનર 150 થી વધુ મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ પ્રાથના સભામાં ઉના બારના પ્રમુખ પ્રેમજીભાઈ બારૈયા, ભૂતપૂર્વ પ્રમુખ અને સિનિયર વકીલ રામજીભાઇ પરમાર, પી.ડી. ડોબરિયા, નિલેશભાઈ ડાભી, સુરેશભાઇ રાજા વગેરે વકીલો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં બનેલ ગોઝારી ઘટના અંગે સૌ વકીલમિત્રોએ દુ:ખ પ્રકટ કરી શ્રદ્ધાંજલી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.