કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન બની શકે છે સરળ!! નવું કોમન ઇન્કમ ટેક્સ રિટર્ન પાડવામાં આવ્યું બહાર

Spread the love
Reading Time: < 1 minute

ઇન્કમ ટેક્સ હેઠળ ITR 7 સિવાયના રિટર્ન થશે મર્જ

તા. 02.11.2022: ઇન્કમ ટેક્સ હેઠળ વિવિધ આવક ધરાવતા કરદાતાઓ માટે અલગ અલગ રિટર્ન ભરવાપાત્ર થાય છે. આ તમામ રિટર્નના સ્થાને હવે એક કોમન રિટર્ન બહાર પાડવામાં આવ્યા છે. ITR 7 સિવાયના તમામ ઇન્કમ ટેક્સ રિટર્ન મર્જ કરી આપવાનો પ્રસ્તાવ બહાર પાડવામાં આવ્યો છે. આ અંગેનો નવા રિટર્નનો ડ્રાફ્ટ 01 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે એક પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં લાગુ ITR 1 થી ITR 4 ના રિટર્ન કરદાતાઓ માટે ચાલુ જ રહેશે. પરંતુ આ ઉપરાંત કરદાતાઓને એક કોમન રિટર્નનો વિકલ્પ આપવામાં આવશે. આ કોમન રિટર્નમાં કરદાતાને વિવિધ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ જવાબ આપવાથી કરદાતાની આવકને લાગુ કૉલમો જ ખુલશે, જે કોલમો જ માત્ર કરદાતાઓએ ભરવાની રહેશે. આ નવા  રિટર્ન અંગે વિવિધ કરદાતાઓ, સંસ્થાઓને પોતાના અભિપ્રાય તથા સૂચનો 15 ડિસેમ્બર સુધીમાં dirtpl1@nic.in પર ઇ મેઈલ કરવા જણાવવામાં આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ કોમન રિટર્ન કરતાં ITR 1 થી ITR 4 લાગુ પડતું હોય તેવા કરદાતાઓ ITR 1 થી 4 નો વિકલ્પ જ વધુ પસંદ કરશે. આ નવું રિટર્ન આગામી વર્ષથી લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

1 thought on “કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન બની શકે છે સરળ!! નવું કોમન ઇન્કમ ટેક્સ રિટર્ન પાડવામાં આવ્યું બહાર

Comments are closed.

error: Content is protected !!