ફેસલેસ આકારણી દરમ્યાન ઉત્તરાખંડના ઈન્કમ ટેક્સ અધિકારી થયા સસ્પેન્ડ. કારદાતાનો સંપર્ક સાધવાના પ્રયાસ કરતાં થયા સસ્પેન્ડ
અધિકારીક ઘોષણા હજુ છે બાકી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે ખબર
તા. 18.03.2021: વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી ખબર પ્રમાણે ઉત્તરાખંડના એક ઇન્કમટેક્સ અધિકારીએ ફેસલેસ એસેસમેન્ટ દરમિયાન કરદાતાની સાથે સંપર્ક કરવા પ્રયાસ કરતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે આ અંગે અધિકારીક રીતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફેસલેસ એસેસમેન્ટ નરેન્દ્ર મોદીનો ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક ગણાઈ રહ્યો છે. આ સિસ્ટમમાં કોઈ પણ કરદાતાને કોઇપણ અધિકારીક સંપર્ક ના કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થામાં અડચણ ઉભી કરનાર અધિકારી સામે ત્વરિત કડક પગલા ભરાતા ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં હડકંપ મચી જવા પામ્યો છે તેવા સમાચાર મળી રહ્યાં છે. જોકે આ સમાચારની આધિકારિક પુષ્ટિ ની રાહ જોવાઈ રહી છે ભવ્ય પોપટ ટેક્સ ટૂડે