બજેટ 2021: “कही खुशी कही गम या सिर्फ खुशी बिना गम”?? બજેટની ટેક્સ અંગેની જોગવાઇઓ વાંચો સરળ ભાષામાં-સચોટ માહિતી સાથે…
આવકવેરાની મર્યાદામાં કોઈ ફેરફાર નહીં
નાણાંમંત્રીએ અગાઉ જણાવેલ છે કે આ બજેટ પાછલા 10 વર્ષનું સૌથી સારું બજેટ રહેશે. કોરોના સંકટથી આર્થિક સંકળામણ ભોગવી રહેલા લોકો તથા વેપાર ઉદ્યોગ આશની મીટ માંડી બેઠા છે!!
તા. 01.02.2021: નાણામંત્રી નિર્મલા સિથારમન આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરશે. NDA-2 નું આ ત્રીજું બજેટ છે. આ બજેટ સંસદમાં સવારે 11 કલાકથી રજૂ કરવામાં આવ્યું. આ બજેટ સૌથી પ્રથમ “પેપરલેસ” બજેટ છે. આ બજેટની ટેક્સેશન તથા અન્ય મહત્વની અંગેની મહત્વની જોગવાઈ સરળ ભાષામાં રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેન્દ્રિય બજેટ 2021-22 માં બજેટની ટેક્સેશન તથા અન્ય મહત્વની જોગવાઈ નીચે મુજબ છે:
(આ કૉલમ બજેટ ભાષણ દરમ્યાન સતત અપડેટ થયા કરશે)
- NPA કેસોના સમાધાન તથા રિકવરી-રી કન્સ્ટ્રક્શન માટે ખાસ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે.
- બેન્ક ખાતેદારોના ખાતાના ઈન્સ્યોરન્સ બાબતે 2 લાખ સુધીની લિમિટ માં વધારો કરવા આ સત્રમાં પ્રયાસો થશે.
- મુશ્કેલીનો સામનો કરી રહેલ બેન્કોના થાપણદારો જલ્દી રકમ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
- લિમિટેડ લાયાબીલીટી પાર્ટનરશિપ (LLP) માટે પણ હવે કોઈ ગુનાહ “ક્રિમિનલ કેસ” ને પાત્ર ન ગણવા પ્રસ્તાવ
- નાની કંપનીનીની વ્યાખ્યામાં પેઇડ અપ કેપીટલ 50 લાખ થી વધારી 2 કરોડ કરવામાં આવી. ટર્નઓવરની મર્યાદા પણ બે કરોડ થી વધારી 20 કરોડ કરવા પ્રસ્તાવ.
- ઇ કોર્ટ સિસ્ટમનો વ્યાપ વધારવામાં આવશે.
- મિનિસ્ટ્રિ ઓફ કોર્પોરેટ અફઈર્સની વેબસાઇટ અપડેટ કરવામાં આવશે.
- LIC ની પબ્લિક ઓફર આ વર્ષમાં લાવવા પ્રસ્તાવ.
- ડિસઇન્વેસ્ટમેંટની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.
- “વન નેશન વન રેશન” નો પ્લાન હાલ 32 રાજ્યો અને U.T માં અમલ કરવામાં આવી રહ્યો છે. 86% ગરીબો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. બાકીના 4 રાજ્યો/ U.T. માં પણ આની અમલવારી ટૂંક સમયમાં થઈ જશે.
ઇન્કમ ટેક્સન પ્રસ્તાવો
- રિટર્ન ફાઈલરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. રિટર્ન ભરનારા લગભગ બમણા થઈ ગયા છે.
- સિનિયર સીટીઝન માટે 75 વર્ષ કે તેનાથી વધુ ઉમર વાળા એવા કરદાતા કે જેમને પેન્શનની તથા વ્યાજની જ આવક હોય તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવા પ્રસ્તાવ. તેમના પેન્શન ઉપર બેન્ક દ્વારા TDS કરવાનો રહશે.
- રી ઓપનિંગ માટેની મર્યાદા નાણાકીય વર્ષથી 6 વર્ષ થી ઘટાડી 3 વર્ષ કરવામાં આવી.
- 50 લાખ ઉપરની કરચોરીની વિગત હોય ત્યારે પણ 10 વર્ષ સુધી જ રી ઓપનિંગ થઈ શકશે. તે પણ પ્રિન્સિપાલ કમિશ્નરની પરવાનગી લેવી જરૂરી રહેશે.
- ફેસલેસ સ્કૃતિની, ફેસલેસ અપીલ બાદ હવે ફેસલેસ અપેલેટ ટ્રિબ્યુનલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
- NRI માટે ડબલ ટેક્સેશન ન થાય તેવા નિયમો લાગુ કરવામાં આવશે.
- 90% થી વધુ ડિજિટલ પેમેન્ટ તથા રિસીપ્ત ધરાવતા કરદાતા માટે ઓડિટ ની લિમિટ 5 કરોડથી વધારી 10 કરોડ કરવા પ્રસ્તાવ.
- ડિવિડંડ આવક ઉપર એડવાન્સ ટેક્સની જવાબદારી માત્ર ડિવિડંડ જાહેર થયા બાદ જ વ્યાજ લાગુ પડશે.
- સેલેરી ઇન્કમ ઉપરાંત હવે ડિવિડંડ આવક, સિક્યોરિટી ઉપર કેપિટલ ગેઇન “પ્રિ ફિલ્ડ” ફોર્મમાં ઉપલબ્ધ થશે.
- એફોરડેબલ હાઉસિંગના કિસ્સામાં 1.5 લાખનું વ્યાજ બાદ લેવાની મુદતમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે 31.03.2022 સુધી લીધેલ લોનને આ વધારાના વ્યાજનો લાભ મળશે.
- નાના ચેરિટેબલ ટ્રસ્ટ કે જેઓ “એજ્યુકેશન તથા મેડિકલ” ની સેવા પૂરી પડે છે તેમના માટે 5 કરોડ સુધીની રિસીપ્ત હોય તો કરમુક્તિ આપવામાં આવશે.
- લેબર સેસ-P F જેવી રકમ જો નોકરીદતા કાયદાની નિયત તારીખ સુધીમાં નહીં ચૂકવવામાં આવે તો આ ખર્ચ નોકરીદાતાને બાદ મળશે નહીં.
- આવક વેરાની મુક્તિ મર્યાદામાં કોઈ ફેરફાર નહીં.
- નાના કરદાતાઓ માટે ડીસ્પ્યુટ રિસોલ્યુશન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
જી.એસ.ટી. હેઠળ અપડેટ:
- જી.એસ.ટી. સિંપ્લિફાય કરવા ઘણા પ્રયત્નો થયા છે. NIL રિટર્ન SMS થી ભરાઈ છે, પ્રિ ફિલ થયેલ જી.એસ.ટી. ફોર્મ, મંથલી પેમેન્ટ-ક્વાર્ટરલી રિટર્ન સિસ્ટમ ના કારણે રેકોર્ડ બ્રેક જી.એસ.ટી. કલેક્શન થયેલ છે.
- જી.એસ.ટી. હેઠળ વિવિધ પ્રયાસો હજુ કરવામાં આવશે જેના દ્વારા જી.એસ.ટી. સિંપ્લિફાય થઈ શકે.
ખાસ નોંધ: ઉપર જણાવેલ મંતવ્યો બજેટ ભાષણ ઉપરથી તૈયાર કરવામાં આવેલ છે. લેખિત બજેટ બહાર પડતાં તેમાં ફેરફાર શક્ય છે. આ ઉપરાંત આ અભિપ્રાય લેખકના પોતાના અભિપ્રાય છે
ટેક્સ ટુડે દ્વારા બજેટ 2021 ઉપર એક ખાસ લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ લેખમાં ટેક્સ પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, એકાઉન્ટન્ટ વી. ના બજેટ અંગેના પ્રતીભાવ લેવામાં આવશે. તો આપ આપના અભિપ્રાય taxtodayuna@gmail.com ઉપર આપના નામ, ગામ તથા આપ ટેક્સ પ્રોફેશનલ્સ છો, બિઝનેસમેન છો, એકાઉન્ટન્ટ છો, સ્ટુડન્ટ છો… તેવી વિગતો સાથે મોકલી શકો છો.
અથવા
બજેટ 2021 ના આપના અભિપ્રાય આપ નીચેના ફોર્મ દ્વારા પણ આપી શકો છો.