ઇન્કમ ટેક્સ હેઠળની વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદતમાં કરવામાં આવ્યો 28 ફેબ્રુઆરી સુધીનો વધારો

Spread the love
Reading Time: < 1 minute

અપીલમાં રહેલ કેસો માટે વિવાદનો અંત લાવવા અંગેની અરજી કરવાની મુદત 31 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી! 

તા. 01.02.2021: ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT દ્વારા ઇન્કમ ટેક્સ હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન 4/2021, તા. 31 જાન્યુઆરી 2021 મુજબ વિવાદ સે વિશ્વાસ સ્કીમ માટે અરજી કરવાની તારીખમાં 28 ફેબ્રુઆરી સુધી વધારો કરવામાં આવેલ છે. ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ પણ વર્ષ માટે અપીલ ચાલી રહી હોય અને કરદાતા ઈચ્છે તો નિયત શરતો ને આધીન વિવાદ સે વિશ્વાસ ડીસ્પ્યુટ રિસોલ્યુશન  સ્કીમનો લાભ લઈ શકે છે. આ લાભ લેનાર કરદાતા માટે વ્યાજ, દંડમાં મોટી રાહતો મળી શકે છે. આ સ્કીમની મુદત વધતાં ઘણા કરદાતાઓને આનો લાભ થઈ શકે તેમ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!