સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)01th FEBRUARY 2021

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

    01th FEBRUARY 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા ક્લાઈન્ટ ટ્રાવેલ એજેન્ટ નો ધંધો કરે છે. તેઓ પ્યોર એજન્ટ નથી. તેઓ દ્વારા માત્ર B to C વ્યવહારો થાય છે. શું ટ્રાવેલ એજન્ટ  તરીકે અમો સર્વિસ કંપોઝીશન હેઠળ 6%નો લાભ  લઈ શકે?

                                                                                                                                                                             સરંખાવાલા એસોશીએટસ, અમદાવાદ

જવાબ: હા, તમારા અસીલ સર્વિસ કંપોઝીશનનો લાભ લઈ શકે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ સો મિલના ધંધા સાથે સંકળાયેલ છે. તેઓએ એક દુકાન ખરીદી કરેલ છે અને તે દુકાન ભાડે આપેલ છે. તેઓ તે દુકાન ભાડા ઉપર જી.એસ.ટી. ભરશે. પણ અમારો સવાલ એ છે કે શું મારે તે દુકાનને “એડિશનલ પ્લેસ” તરીકે દર્શાવી પડે?                                                                                                                                                                                                                                                                      CA કલ્પેશ પટેલ

જવાબ: ના, જે દુકાન ઉપરના ભાડાનો તમે જી.એસ.ટી. ભરો છો તે દુકાનને તમારે “એડિશનલ પ્લેસ તરીકે દર્શાવવી પડે નહીં તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

 

  1. અમારા અસીલ એપાર્ટમેંટ માલિકોનું એક એશોશીએશન છે. તેઓ અનરજીસ્ટર્ડ AOP છે નાણાકીય વર્ષ 2015 16 માં તેઓને એક ડિમાન્ડ આવી છે. તેઓ દ્વારા 2015 16 ના વર્ષમાં “ઇન્કમ ફ્રોમ અધર સોર્સ” દર્શાવી TDS નું રિફંડ ક્લેમ કરેલ હતું. હવે તેઓને 30% લેખે ટેક્સ ગણી ડિમાન્ડ આપવામાં આવેલ છે. શું હવે અમે મેંટેનન્સ ખર્ચ બતાવી શકીએ? અથવા કોઈ અન્ય રસ્તા સૂચવવા વિનંતી જેના દ્વારા આ ડિમાન્ડ NIL કરી શકીએ.                                                                                                                                                                            જય રાઈચૂરા, એડવોકેટ

જવાબ: આપના અસીલ માટે વર્ષ 2015 16 નું રિવાઈઝ રિટર્ન ભરવાંનો સમય જતો રહ્યો છે. જો કે રેકટિફિકેશન ઓપ્શન હજુ સિસ્ટમમાં એલાવ કરવામાં આવતો હોય તો સભ્યોના શેર સ્પેસિફાય કરી, કોઈ સભ્યની આવક ઇન્કમ ટેક્સ લિમિટથી વધુ ના હોય તે ઓપ્શન સિલેક્ટ કરીએ તો ગ્રોસ ટોટલ ઇન્કમ બદલે નહીં અને રેકટીફીકેશન નો વિકલ્પ લેવો જોઈએ. સિસ્ટમ જો રેકટિફિકેશન એલાવ ન કરેતો આ ઓર્ડર સામે અપીલ કરવામાં આવે અને અપીલમાં જો એ સાબિત થઈ શકે કે AOP માં તમામ સભ્યોનો ભાગ નિશ્ચિત છે અને તેમની કોઈની પણ આવક ટેક્સેબલ લિમિટ થી વધુ થતી નથી, તો જ આ ડિમાન્ડ NIL થઈ શકે તેવો અમારો મત છે.

 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108