નાણાકીય વર્ષ 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આજે છે છેલ્લી તારીખ… its now or never

નાણાકીય વર્ષ 2018-19 ના રિટર્ન 30 નવેમ્બર બાદ ભરી શકાશે નહીં.
તા. 30.11.2020: ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2018-19 ના રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ છે. પગારદાર હોય કે ધંધાર્થી, વ્યાજ આવક હોય કે અન્ય કોઈ આવક આજે જો આ રિટર્ન ભરવામાં ના આવે તો હવે પછી આ રિટર્ન ભરી શકાશે નહીં. આજે રાત્રે 12 કલાક સુધી આ પ્રકારના કરદાતાઓ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી દે તે જરૂરી છે. રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હોય CA, ટેક્સ એડવોકેટ તથા ટેક્સ પ્રેકટિશનરો પોતાના અસીલોના રિટર્ન સમયસર ભરવા રાત દિવસ એક કરી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ ઘણા કરદાતાઓ કે જેમને અમુક ચોક્કસ વ્યવહારો માટે ઇન્કમ ટેક્સ તરફથી મેઈલ તથા SMS દ્વારા નોટિસ આપવામાં આવી છે તેઓ પોતાનું રિટર્ન સમયસર ભરાઈ જાઇ તેના માટે હવાતિયા મારી રહ્યા છે. કરદાતાઓ COVID-19 ના કારણે આ મુદતમાં હજુ થોડો વધારો થશે તેવી અપેક્ષા પણ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે