નવેમ્બર 2020 નું જી.એસ.ટી. કલેકશન ફરી થયું 1 લાખ કરોડને પાર

Spread the love
Reading Time: < 1 minute

નવેમ્બર મહિનામાં જી.એસ.ટી. નું કલેક્શન 1.04 લાખ કરોડનું રહ્યું

તા. 01.12.2020: નવેમ્બર માહિનાનું જી.એસ.ટી. 1.04 લાખ કરોડ રહેવા પામ્યું છે જે ગત માસ ઓક્ટોબર (1.05 લાખ કરોડ) કરતાં થોડું ઓછું છે. જો કે આ કલેક્શન ગયા વર્ષ નવેમ્બર (1.03 લાખ કરોડ) કરતાં વધુ થયું છે જેને જાણકારો એક સારી નિશાની  માની રહ્યા છે. 1.04 લાખ કરોડ ના જી.એસ.ટી. પૈકી CGST 19189 કરોડ, SGST 25540 કરોડ, IGST 51992 કરોડ (ઇમ્પોર્ટ ઉપર 22078 કરોડ  IGST સહિત) થયું હતું તથા CESS નું કલેક્શન 8242 કરોડ રહેવા પામ્યું છે. અખબારી યાદીમાં એમ પણ જણાવાયું હતું કે નવેમ્બર 2020 ના 82 લાખ 3B રિટર્ન 30 નવેમ્બર સુધીમાં કરદાતાઓ દ્વારા ભરવામાં આવ્યા છે.

નવેમ્બર માહિનામાં મોટા ભાગના રાજ્યોમાં-કેન્દ્રશાશીત પ્રદેશોમાં જી.એસ.ટી. નું કલેક્શન વધ્યું છે જ્યારે 15 રાજ્યોમાં જી.એસ.ટી. કલેક્શનમાં ઘટાડો આવ્યો છે. કોરોના દરમ્યાન સતત બીજા મહિને એક લાખ કરોડ ઉપર જી.એસ.ટી.નું કલેકશન થયું હોય જે દેશની અર્થવ્યવસ્થા ફરી ગતિશીલ બની રહી હોવાની નિશાની માનવમાં આવી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે. 

error: Content is protected !!
18108