ટ્રકના ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણી, એ યોગ્ય બજવણી ગણી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદાની કલામ 169(1) હેઠળ ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણી યોગ્ય ના ગણાય

કેસના પક્ષકારો: સિંઘ ટ્રેડર્સ વી. એડિશનલ કમી. ગ્રેડ 2, જી.એસ.ટી. ડિપાર્ટમેંટ

કેસ નંબર: રીટ ટેક્સ નં 661/2020

કેસના તથ્યો:

  • અપીલકર્તાએ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા હતા.
  • આ કેસના સમવાળા (જી.એસ.ટી. ડિપાર્ટમેંટ) દ્વારા 15.03.2018 ના રોજ જી.એસ.ટી. કાયદાની કલમ 129 (3) હેઠળ આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
  • આ આદેશમાં વેરા તથા દંડ સાથે 3,03,660/- ની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો હતો.
  • આ આદેશ ટ્રકના ડ્રાઈવરને બજાવવામાં આવ્યો હતો.
  • આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કરદાતાએ કાયદા મુજબ જરૂરી ઇ વે બિલ બનાવેલ ના હતું.
  • આ આદેશ કરદાતાને મળ્યો ના હોવાથી તેઓએ 10.07.2020 ના રોજ આદેશની પ્રમાણિત નકલ મેળવી 12.07.2020 ના રોજ અપીલ દાખલ કરેલ હતી.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ  (અપીલ અધિકારી) દ્વારા 30.11.2019 ના રોજ અપીલ કલમ 107(1) અને 107(4) માં દર્શાવેલ સમયમર્યાના કારણે નામંજૂર કરવામાં આવેલ હતી.

 

કરદાતા તરફે દલીલો:

  • ડિપાર્ટમેંટ દ્વારા ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણી કોઈ પણ રીતે કલમ 169 હેઠળ યોગ્ય બજવણી ગણી શકાય નહીં.
  • તેઓના સમર્થનમાં અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા રિટ પિટિશન નંબર 1388/2020 પટેલ હાર્ડવેર વી. કમિશ્નર, રાજ્ય જી.એસ.ટી. અને અન્યસનો કેસ ટાંકવામાં આવ્યો હતો.
  • અપીલ અધિકારી દ્વારા લિમિટેશનનો મુદ્દો છોડી આ અપીલને તથ્યો આધારિત સાંભળવી જોઈએ.

કોર્ટનો ચુકાદો:

  • જી.એસ.ટી. કાયદાની કલમ 169 હેઠળ કોઈ પણ રીતે ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણીને યોગ્ય ગણી શકાય નહીં.
  • 30.11.2020 ના રોજ અપીલ અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશ રદ્દ કરવામાં આવે છે.
  • અપીલ અધિકારીને આદેશ આપવામાં આવે છે કે આ કેસની સુનાવણીમાં સમય મર્યાદા ધ્યાને લીધા સિવાય તથ્યો આધારીત કરવામાં આવે અને આ અંગેનો નિર્ણય શક્ય એટલો જલ્દી કરવામાં આવે.

લેખકનો મંતવ્ય:

આ ચુકાદો રોજબરોજની પ્રેક્ટિસમાં ખૂબ મહત્વનો છે.  સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કરદાતા વિરુદ્ધ ઇ વે બિલ અંગેના કેસમાં કરવામાં આવેલ આદેશોની બજવણી ડ્રાઈવર ઉપરજ થતી હોય છે. ડ્રાઈવર આ આદેશો બાબતે ખાસ કાળજી રાખે નહીં તે સામાન્ય બાબત છે. આ પ્રકારના કિસ્સાઓમાં આ ચુકાદો ખૂબ મહત્વનો સાબિત થશે તે બાબત ચોક્કસ છે.

error: Content is protected !!