કરદાતાઑને જી.એસ.ટી. તરફથી આવી રહ્યા છે ઇ મેઈલ!!! શું કહે છે આ ઇ મેઈલ???
તા:04.12.2020: જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઑને આજે ઇ મેઈલ મળી રહ્યા છે. આ ઇ મેઈલ માસિક-ત્રિમાસિક રિટર્ન ભરવા અંગે ના છે. કરદાતાઓને તેઓના ટર્નઓવર પ્રમાણે ઇ મેઈલ આપવામાં આવી રહ્યા છે કે તેઓના ટર્નઓવરના કારણે તેઓને માસિક રિટર્નમાં રાખવામા આવી રહ્યા છે. નવા નોંધણી નંબર મેળવતા કરદાતાને પણ આ પ્રકારના ઇ મેઈલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓને સિસ્ટમ દ્વારા માસિકમાં રાખવાંમાં આવ્યા છે. જો તેઓનું ટર્નઓવર માસિકની મર્યાદાથી ઓછું હોય તો તેઓ ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ બદલી શકે છે. જાન્યુઆરી 2021 થી 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માસિક વેરો ભરી ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ અપનાવી શકે છે. આ મેઈલ આવતા કરદાતાઓના ફોન કર વ્યાવસાયિકો તથા એકાઉન્ટન્ટને આ મેઈલ શેના છે તે અંગે ફોન આવવા શરૂ થઈ ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.