ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2020ના રિટર્નની મુદતમાં વધારો કરવા ફાઇલ થઈ છે રિટ પિટિશન…આ વિગતો જાણવી છે જરૂરી
તેલંગાણા હાઇકોર્ટમાં થયેલ રિટ પિટિશન શું કરવા દાખલ કરવામાં ના આવે તે અંગે GSTN તથા સરકારને આપવામાં આવી છે નોટિસ
તા. 05.12.2020: કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. આ સમયે જી.એસ.ટી. કરદાતાઓ પણ ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જી.એસ.ટી. રિટર્ન ભરવામાં મોડુ થવાના કારણે મોટી “લેઇટ ફી” ખૂબ મોટા પ્રમાણમા ભરવામાં આવેલ છે તેવી માહિતી મળી રહી છે.
આ સમયે તેલંગાણા હાઇકોર્ટમાં કરદાતાઓના હિત માટે Jangaiah Gundeboina, S/o Krishnaiah (રિટ પિટિશન 21534/2020) તથા અન્યો દ્વારા રિટ પિટિશન ફાઇલ આવેલ છે. આ રિટ પિટિશનમાં એવી માંગણી કરવામાં આવેલ છે કે કોરોનાના કારણે ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2020 સુધીના રિટર્ન ભરવાની તારીખ 31 જાન્યુઆરી 2021 સુધી વધારવામાં આવે. હાઇકોર્ટ દ્વારા GSTN તથા સરકારને નોટિસ આપવામાં આવી છે અને આ રિટ પિટિશન શા માટે સ્વીકારવામાં ના આવે તેવો પ્રશ્ન કરવામાં આવેલ છે. આ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. કોરોનાના કારણે ધંધામાં મંદીનો માર સહન કરી રહેલ વેપારીઓ આ રિટ પિટિશન ઉપર મીટ માંડીને બેઠા છે અને હાઇકોર્ટ પાસેથી રાહતની આશા સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે