ઇ વે બીલ બનાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી

Spread the love
Reading Time: < 1 minute

રિટર્ન ભર્યા હોવા છતાં ઇ વે બિલ સાઈટ ઉપર લોગીનબ્લોક થઈ ગયા છે તેવી પણ મળી રહી છે ફરિયાદ!!

તા. 05.12.2020: આજે સવારથી જી.એસ.ટી હેઠળ બનાવવા જરૂરી ઇ વે બિલ બનાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરદાતાઓ દ્વારા ઉઠી રહી છે. 50000 થી વધુનો માલ જ્યારે વહન થતો હોય ત્યારે વેચનાર વેપારીએ ઇ વે બિલ બનાવવું ફરજીયાત હોય છે. આ ઇ વે બિલ બનાવવામાં ના આવ્યું હોય તો કારદાતાને મોટો દંડ ભોગવવાનો વારો આવે છે. હવે આ ઇ વે બિલની સાઈટ ઠપ્પ થઈ જતા વેપારીઓએ દિવસભર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી ટેક્નિકલ સમસ્યા અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે. ઇ વે બિલની વેબસાઇટ ઠપ્પ થવાથી વેપારીઓ તો પરેશાન થયાજ છે પણ ટેક્સ ચોરીની શક્યતા પણ નકારી શકાય નહીં. ભવ્ય પોપટ, એડિટર

error: Content is protected !!
18108