શું IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) નો ઉપયોગ કરવો તમામ ત્રિમાસિક GSTR 1 ભરતા કરદાતાઓ માટે છે ફરજિયાત?? વાંચો CBIC નો ખુલાસો જે જાણવો છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) નો ઉપયોગ રહેશે મરજિયાત. B2B વ્યવહારો કરતાં નાના કરદાતાઓ IFF નો ઉપયોગ મરજિયાત રીતે કરી શકેશે. 

તા. 07.12.2020: 01 જાન્યુઆરી 2021 થી IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) નામની નવી સુવિધા જી.એસ.ટી. પોર્ટલ પર શરૂ થવા જઇ રહી છે. આ સુવિધા QRMP એટલેકે Quarterly Return Monthly Payment રિટર્ન પદ્ધતિ હેઠળ 5 કરોડ સુધી ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે રહેશે. IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) અંગે કરદાતાઓ તથા કરવ્યવસાયિકોમાં દ્વિધા પ્રવર્તતી હતી કે શું IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) તમામ ત્રિમાસિક GSTR 1 ભરતા કરદાતાઓ માટે ફરજિયાત રહેશે? જો આમ આ IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) ફરજિયાત બનાવવામાં આવે તો કરદાતાઓ માટે “પહાડ સે ગીરે ખજૂર પે અટકે” જેવા હાલ થઈ શકે છે. આ અંગે મહત્વ નો ખુલાસો CBIC (સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસ) દ્વારા કરવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) નો ઉપયોગ કરવો ત્રિમાસિક કરદાતાઓ માટે ફરજિયાત નહીં પણ મરજિયાત રહેશે. એવા કરદાતાઓ કે જેઓ B2B વ્યવહારો કરે છે અને તેમના ખરીદનારા માસિક રિટર્ન ભરે છે તેમના માટે આ પ્રકારે IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) દ્વારા માસિક ધોરણે ઇંવોઇસ અપલોડ કરી શકાશે. આમ, IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) ની પદ્ધતિ મરજિયાત ધોરણે રહેશે અને આ પ્રકારે માસિક ધોરણે IFF (ઇંવોઇસ ફાઇલિંગ ફેસિલિટી) માં દર્શાવેલ ઇંવોઇસ ફરી ત્રિમાસિક GSTR 1 માં દર્શાવવાના રહશે નહીં. CBIC દ્વારા ટ્વિટર ઉપર આ ખુલાસો બહાર પાડતા કરદાતાઓ તથા કરવ્યવસાયીકોએ રાહત અનુભવી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!