જંત્રીના ભાવમાં આવી રહ્યો છે વધારો!!! સાથો સાથ સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો કરવો છે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓછામાં ઓછું 25% જેવો વધારો થશે જંત્રી મૂલ્યમાં

તા. 21.01.2023: ગુજરાત સરકાર દ્વારા એક દાયકાથી વધુ સમય બાદ જંત્રીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જંત્રી એટ્લે એવું મૂલ્ય જે સરકાર દ્વારા જે તે મિલ્કત માટે અંદાજવામાં આવતું હોય. આ જંત્રી, કોઈ પણ દસ્તાવેજને સબ રજીસ્ટ્રાર ઓફિસમાં સ્થાવર મિલ્કત નોંધાવવા માટે મહત્વ ધરાવતી હોય છે.  આ જંત્રીના દરોમાં વધારો સૂચવવા સરકારી તંત્ર કમર કસી રહ્યાની માહિતી મળી રહી છે. આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે જંત્રીમાં થઈ રહેલો વધારો ઓછામાં ઓછો 25% જેટલો તો રહેશે જ. આ જંત્રીમાં વધુ સૂક્ષ્મ અંદાજ કરી માત્ર અલગ અલગ વિસ્તાર માટે જ નહીં પરંતુ એક જ વિસ્તારની અલગ અલગ મિલ્કત સંદર્ભે અલગ અલગ જંત્રી મૂલ્ય બહાર પાડવામાં આવી શકે છે તેવી માહિતી મળી રહી છે.

એક દાયકા બાદ જંત્રીમાં વધારો કરવામાં આવે તે સ્વાભાવિક છે. એ બાબત પણ સૌ જાણે અને માને છે કે જમીની સરકારી જંત્રી કરતાં અનેક ગણી મોટી કિંમત પર મિલ્કતોના સોદા થતાં હોય છે. પરંતુ આ જંત્રીના મૂલ્યમાં વધારા સાથે સ્ટેમ્પ ડ્યૂટીનો દર ઘટાડવો ખાસ જરૂરી છે. હાલ, 4.9 % જેવો ઊંચો સ્ટેમ્પ ડ્યૂટીનો દર ગુજરાત રાજ્યમાં લાગુ છે. વિધાનસભામાં ટૂંક સમયમાં રજૂ થતાં બજેટમાં આ દર ઘટાડવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. એક બાબત જાણવી જરૂરી છે કે જંત્રીનો આ વધારો વ્યક્તિના મિલ્કત વેચાણના ઇન્કમ ટેક્સ પ્લાનિંગ ઉપર પણ અસર કરતું હોય છે. માટે જે મિલ્કતના સોદા અગાઉ થઈ ગયા છે તેઓએ આ મિલ્કત સંદર્ભે નોંધણી ત્વરિત કરાવવી જોઈએ તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે 

error: Content is protected !!