સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 21st January 2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી./વેટ


  1. મારા એક અશીલ મરીન ઇન્ડસ્ટ્રીઅલ એન્જિન ના પાર્ટ્સ નુ ખરીદ વેચાણ કરે છે. જેના HSN કોડ મુજબ ૨૮% અને ૧૮% જી.એસ.ટી. આવે છે. અત્યારે એમને સેન્ટ્રલ ગવેર્નમેન્ટ માં ડિફેન્સ એજંસી ને માલ નુ વેચાણ કરવાનું છે તે લોકો એમ કહે છે કે આમ ૫% જી.એસ.ટી. આવે. તો મારા અશીલ તો રેગ્યુલર ખરીદ વેચાણ માં ૨૮% અને ૧૮% જ જી.એસ.ટી. લગાવે છે. તો શું ડિફેન્સ એજંસી માં કોઈ અલગ જી.એસ.ટી લાગે?                                                                                                                                                                            વિરલ જે જડવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 01/2017, તા. 28.06.2017 ના શિડ્યુલ I ની એન્ટ્રી 252 તથા 250 ને સાથે વાંચતાં ડિફેન્સ એજન્સી ઉપર 5% ના દરે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.

  1. જી.એસ.ટી. હેઠળ નોટિફિકેશન સેંટરલ ટેક્સ (રેઇટ) 15/2021, તા. 18.11.2021 થી 01.01.2022 થી “ટેક્સટાઇલ તેમજ ટેક્સટાઇલ પ્રોડક્ટસ તેમજ ડાઈંગ-પ્રિંટિંગને લગતા જોબ વર્કની સેવાઓ ઉપર જી.એસ.ટી. નો રેઇટ 12% કરી આપવામાં આવ્યો છે. આ રેઇટ માં 01.01.2022 થી કોઈ ફેરફાર થયેલ છે? જો થયેલ હોય તો નોટિફિકેશન નંબર તથા વિગતો જણાવવા વિનંતી.                  નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, 15/2021 નોટિફિકેશન સ્થગિત કરવામાં આવેલ છે અને હાલ આ સેવાઓ ઉપર 5% જી.એસ.ટી. લાગે છે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલનો ધંધો આઉટડોર કેટરિંગનો છે. અમે આ આઉટડોર કેટરિંગ ઉપર 5% લેખે જી.એસ.ટી. ભરીએ છીએ અને અમારી ઈન્પુટની કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેતા નથી. શું આ વ્યવહાર બારોબાર છે?                                                                                         ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: હા, આ વ્યવહાર બારોબાર છે તેવો અમારો મત છે. આઉટડોર કેટરિંગ ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

  1. અમારા અસીલ લુઝ ફરસાણનું વેચાણ કરે છે. આ લુઝ ફરસાણના વેચાણ ઉપર અમો 5% જી.એસ.ટી. ભરીએ છીએ. અમો અમારા આ ધંધાને રેસ્ટોરન્ટ ગણી કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેતા નથી. શું ફરસાણના વેચાણ ઉપર જી.એસ.ટી. ક્રેડિટ મળી શકે?                       ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: આપના અસીલ, રેસ્ટોરન્ટની જેમ પોતાની જગ્યામાં ગ્રાહકને લુઝ ફરસાણનું વેચાણ કરતાં હોય તો આ વ્યવહાર રેસ્ટોરન્ટના ગણાય અને 5% જી.એસ.ટી. ભરવાનો રહે. આ વ્યવહારમાં કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે. જો આપના અસીલ માત્ર ફરસાણ વેચાણ કરવાનો ધંધો કરતાં હોય તો ફરસાણમાં બ્રાન્ડ ધરાવતા હોય તો 12% તથા બ્રાન્ડ ધરાવતા ના હોય તો 5% લેખે જી.એસ.ટી. ભરવાનો આવે. આ કિસ્સામાં કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે છે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલનું માસિક ટર્નઓવર 50 લાખથી વધુ છે. આ કિસ્સામાં જી.એસ.ટી. ના નિયમ 86B હેઠળ 1% જેવો વેરો કેશમાં ભરવો ફરજિયાત છે. આ માહિતી GSTR 1 તથા GSTR 3B માં ક્યાં દર્શાવવી તે જણાવવા વિનંતી.                                                               અસગરી વાહલાભાઈ

જવાબ: જી.એસ.ટી. નિયમ 86B હેઠળ 1% ભરવાની રકમ કરદાતાએ પોતાની રીતે ભરી કેશ દ્વારા જાતેજ એડજસટેમેંટ દર્શાવવી 3B ભરવાનું રહે. GSTR 1 માં આ અંગે કોઈ નોંધ કરવાની આવે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!