01 એપ્રિલથી 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ઇ ઇનવોઇસ ફરજીયાત
Reading Time: < 1 minute
પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 20 કરોડ થી વધુ હોય તો ઇ ઇનવોઈસ ફરજિયાત
તા. 25.02.2022: જી.એસ.ટી. કાયદામાં નોટિફિકેશન 1/ 2022, તા. 24.02.2022 બહાર પાડી 20 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇનવોઇસ બનાવવું ફરજીયાત કરી આપવામાં આવ્યું છે. હાલ આ મર્યાદા 50 કરોડની હતી. કરદાતા 2017 18 થી 2021 22 ના કોઈ પણ વર્ષમાં 20 કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા હોય તેઓ 01.04 2022 થી સામાન્ય રીતે પ્રિન્ટેડ બિલ બુકમાં આપવમાં આવતા ટેક્સ ઇનવોઇસના સ્થાને GST પોર્ટલ ઉપર ઇ ઇનવોઇસ જનરેટ કરવાંનું રહેશે. 01 એપ્રિલથી આવા કરદાતાઓ દ્વારા જનરેટ કરવામાં આવેલ ઇ ઇનવોઇસ જ માન્ય ગણાશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.