“મહેસાણા સેલટેક્સ બાર એસોસિયેશન” દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમનું ઉમદા આયોજન કરવામાં આવ્યું.
પ્રતિનિધિ દ્વારા, મહેસાણા (ઉ.ગુ.)
તારીખ : ૨૪/૧૧/૨૦૨૧
તારીખ ૨૪/૧૧/૨૦૨૧ને બુધવારના રોજ સંધ્યાકાળે ૫.૩૦ કલાકે હોટલ કોનકોર્ડ, મહેસાણા–પાલનપુર હાઇવે, નાનીદઉં, મહેસાણા ખાતે “મહેસાણા સેલટેક્સ બાર એસોસિયેશન” દ્વારા આયોજિત ગેટ ટુગેધર કાર્યક્રમનું ઉમદા આયોજન કરવામાં આવ્યું. પ્રમુખશ્રી બી.જે. ઓઝા, વાઇસ પ્રેસિડેન્ટ પી.એમ.નાયક, સેક્રેટરી ડી.એસ.પટેલ તથા જોઇન્ટ સેક્રેટરી એ.વી.પટેલે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરેલ.
એસોસિયેશનના વરિષ્ઠ વકીલ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ હરડેનું મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોસિયેશનના ભુતપૂર્વ આઇ.ટી.સેલ પ્રમુખ અને નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર એસોસિયેશનના ભુતપૂર્વ મહામંત્રી ટેક્ષ એડ્વોકેટ હર્ષદકુમાર વી. ઓઝાએ બુકે આપી સ્વાગત કરી કાર્યક્રમના શ્રી ગણેશાય સાથે પ્રોગ્રામની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ ક્રમશ: શ્રી હસમુખભાઇ કંસારાનું શ્રી પંકજભાઈ પટેલે, શ્રી કિરીટભાઇ પટેલનું હસમુખભાઇ કંસરાએ, તથા સી.એ શ્રી ઉપેન્દ્રભાઈ પટેલનું અને શ્રી કૌશિકભાઈ છાબડાનું નોટરી વિપુલભાઇ રાવલે બુકે આપી સ્વાગત કર્યું.
નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર એસોસિયેશનના પ્રમુખ અને તે હોદ્દાની રૂએ ધી ગુજરાત સેલટેક્સ બાર એસોસિયેશનમાં મંત્રીનું સ્થાન શોભાવતા શ્રી કિરીટભાઇ પટેલનું સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આગવું નજરાણું એવું હાઉસી રમતની શરૂઆત કરવામાં આવી અને ફેમિલી સાથે પધારેલ સૌ વકીલ મિત્રોએ તેનો અનેરો આનંદ ઉઠાવ્યો. આ રમતના અંતે વિજેતાઓને આકર્ષિત ઈનામથી નવાજવામાં આવ્યાં. હાઉસી રમતમાં શ્રી સુનિલભાઈ કંસારા અને શ્રી ધવલભાઈ પટેલે પ્રશંસનીય સેવા આપેલ છે.
આમ, અભારવિધિ બાદ સૌ સભ્ય મિત્રોએ સાથે સ્વરૂચી ભોજન લઈ સૌ સભ્યો છૂટા પડ્યાં અને આ લેખકડાએ એક યાદગાર પ્રસંગનો સાક્ષી બની ધન્યતા અનુભવી.
-ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર વી. ઓઝા, “ટેક્સ ટુડે” ન્યુઝ પેપર