સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 22 nd January 2022
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
જી.એસ.ટી.
- અમારા અસીલ પેથોલોજિકલ લેબોરેટરી ધરાવે છે. અમુક ખાસ પ્રકારના રિપોર્ટ જે અમારા અસીલની લેબમાં થતાં ના હોય તેવા રિપોર્ટ બહાર અન્ય લેબમાં કરાવવા મોકલીએ છીએ. શું આમરા અસીલની જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે? આ પ્રશ્ન એટ્લે આવે છે કારણકે અમુક લેબોરેટરી જી.એસ.ટી. નંબર ધરાવતી હોય છે. જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: ના, પેથોલોજી લેબોરેટરી માટે જી.એસ.ટી. (રેઇટ) નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 74 મુજબ કરમુક્તિનો લાભ મળે અને જી.એસ.ટી. હેઠળ નોંધણી લેવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
2. અમારા અસીલ સોની તરીકે સોના ચાંદીના ઘરેણાં ખરીદ વેચાણનો ધંધો કરે છે. તેઓ દ્વારા એક સ્કીમ ચલાવવામાં આવે છે. આ સ્કીમ મિજબ ગ્રાહક દ્વારા દર મહિને 1000 જેવી રકમ ડિપોઝિટ કરવવાની થતી હોય છે. 30 મહિના સુધી જમા થયેલ રકમનું સોનું તેમને બિલ આપવામાં આવે છે. શું આ એડવાન્સ લીધેલ રકમ ઉપર અમારા અસીલની જી.એસ.ટી. ની કોઈ જવાબદારી આવે? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: ના, જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિફિકેશન 40/2017, તા. 13.10.2017 ને નોટિફિકેશન 66/2017, તા. 15.11.2017 સાથે વાંચતાં માલના વેચાણ સંદર્ભે કરદાતાને મળેલ એડ્વાન્સ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
3. અમારા અસીલ ખેડૂત પાસેથી કપાસ ખરીદી તેજ સ્વરૂપે વેચાણ કરવાનો ધંધો કરે છે. કપાસની URD ખરીદી RCM ને પાત્ર છે. કોઈ એક મહિને આઉટપુટ જવાબદારી 105000 ની છે. જ્યારે તે મહિનામાં RCM ની જવાબદારી 100000 ની છે. તો અમારે ચલણ દ્વારા 105000/- ભરવાના આવે કે 100000/-? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: આપના અસીલને જો શરૂઆતની ક્રેડિટ કોઈ જમા ના હોય તો કેશ લેજરમાં 105000/- જમા કરાવવાના રહે. આ પૈકી 100000 એ RCM પેટે ભરેલા ગણાશે. આ RCM ને આઉટપુટ બાજુ દર્શાવી તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ 5000 એ આઉટપુટ તરીકે સેટ ઓફ કરવાના રહે. કોઈ સંજોગોમાં જો શરૂઆતની ક્રેડિટ હોય અને જે તે માહિનામાં રોકડ સ્વરૂપે ભરવાપાત્ર રકમ આઉટપુટ બાજુ 100000/- થી નીચે હોય, તો RCM 100000 રોકડમાં ભરવાપાત્ર બને.
4. અમારા અસીલ એક વેબસાઇટ બનાવી UK, USA, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાંથી ઓર્ડર લે છે. આ ઓર્ડરમાં મુજબના માલની ડિલિવરી જે તે દેશના વેપારી પાસેથી ખરીદીને જ તે દેશમાંજ આપી દે છે. આ માલનું પેમેન્ટ Paypal દ્વારા જ મેળવે છે તથા Paypal દ્વારા જ ખરીદીની ચુકવણી કરે છે. આ વ્યવહારો બદલ અમારા અસીલની જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે? શું તેઓને 20 લાખ/40 લાખના ટર્નઓવરની મર્યાદાનો લાભ મળે? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: ના, આ પ્રકારના વ્યવહાર એ જી.એસ.ટી. શિડ્યુલ III ની એન્ટ્રી 7 માં સમાવેશ થાય અને જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.