જી એસ ટી હેઠળ વેપારીઓને પડી રહેલી તકલીફો બાબતે આજે ભારત બંધનું એલાન: ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મહામંડળ રહેશે અળગું

Spread the love
Reading Time: < 1 minute

પ્રેસ વિજ્ઞાપ્તિ દ્વારા બંધથી દૂર હોવાની ફેડરેશન દ્વારા કરવામાં આવી જાહેરાત

તા. 26.02.2021: કોંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા જી.એસ.ટી માં વેપારીઓને પડી રહેલી તકલીફો સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ પણ જોડવાના સંકેત આપ્યા છે. જ્યારે ભારતમાં ટ્રેડરોના સૌથી મોટા સંગઠનો પૈકી એક એવા ફેડરેશન ઓલ ઇન્ડિયા વ્યાપાર મહામંડળ દ્વારા આ બંધથી પોતાને અળગા રાખવા જાહેરાત કરવામાં આવેલ છે. આ અંગે વાત કરતા ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખે જ્યેન્દ્ર તન્ના એ જણાવ્યું હતું કે ફેડરેશન પહેલેથી જ બંધ જેવી વિચાઇધાર થી વિરુદ્ધ છે. બંધ જાહેર કરવાથી વેપારીઓને જ વધુ નુકસાન થાય છે. જી એસ ટી હેઠળ પડી રહેલી તકલીફો બાબતે ફેડરેશન દ્વારા વિવિધ સ્તરે યોગ્ય રજુઆત થયેલ છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે.

ફેડરેશન આ બંધમાં ન જોડાતા દેશના ઘણા રાજ્યોમાં આ બંધની સફળતાને અસર પડે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં બંધની અસર નહીં પડે તેવું જણાય રહ્યું છે. દેશભરમાં ટ્રાન્સપોર્ટરો કેવો સહયોગ આપે છે તે આ બંધની સફળતા-નિષ્ફળતાં નક્કી કરશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!