દ્વારકાની હોટેલ લેમન ટ્રી ખાતે નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 02.10.2022: દ્વારકાની પાવનભૂમિ ઉપર ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ, નેશનલ એસોસીએશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા વકતવ્યો આપવામાં આવ્યા હતા. અમદાવાદના સિનિયર એડવોકેટ તુષાર હેમાની દ્વારા ઇન્કમ ટેક્સ હેઠળ રી એસેસમેંટ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. અમદાવાદના જાણીતા એડવોકેટ ઉચિત શેઠ દ્વારા જી.એસ.ટી. હેઠળ “ઓસન ફ્રેઇટ” તથા જમીન-મકાનના વેચાણ ઉપર જી.એસ.ટી.ની જોગવાઈ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ હેઠળ 01 જુલાઇ 2022 થી લાગુ થયેલ 194R ની જોગવાઈ ઉપર અમદાવાદના સિનિયર એડવોકેટ સૌરભ સોપારકાર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના એડવોકેટ જે કે મિત્તલ દ્વારા જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટની અંગેની ચર્ચાસ્પદ જોગવાઈઓ વિષે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં દેશભરથી પધારેલા ડેલિગેટ્સ ગરબાની તાલે ઘુંમ્યા હતા. નેશનલ ટેક્સ કોન્ફરન્સના ચેરમેન તરીકે ઓલ ઈન્ડિયા ફેડરેશનના નેશનલ પ્રેસિડંટ ડી.કે ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ એસોસીએશનના ડેપ્યુટી પ્રેસિડંટ અમિત દવે આ ઉપરાંત ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના પૂર્વ પ્રમુખ પી.સી. જોશી, ગણેશ પુરોહિત, પ્રેમલતા બંસલ, નિકિતા બધેકા, એમ.એસ.રાવ સહિત મોટી સંખ્યામાં વરિષ્ઠ સભ્યો હાજર રહ્યા હતા. દેશના 15 થી વધુ રાજ્યોમાંથી 300 થી વધુ ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. નેશનલ ટેક્સ કોન્ફરન્સને સફળ બનાવવા સહ આયોજક તરીકે ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન, ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત, ICAI ની જામનગર બ્રાન્ચ, કમર્શિયલ ટેક્સ પ્રેકટિશનર્સ એસોસીએશન જામનગર, જામનગર ટેક્સ કન્સલ્ટન્ટ એસોસીએશન સહભાગી બન્યા હતા. કોન્ફરન્સ ચેરમેન ભાવિક ધોળકિયા તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જુનાગઢના વરિષ્ઠ ટેક્સ કન્સલ્ટન્ટ સમીર જાની તથા જામનગરના જાણીતા એડવોકેટ અક્ષત વ્યાસ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભવ્ય પોપટ, એડિટર

error: Content is protected !!