ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા જુનાગઢ ખાતે 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન

Spread the love
Reading Time: 2 minutes

જુનાગઢના જાણીતા એડવોકેટ સમીરભાઈ જાની  બન્યા ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના “નેશનલ પ્રેસિડંટ”

સમગ્ર દેશના ટેક્સ પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશનના સૌ પ્રથમ ગુજરાતી પ્રેસીડંટ બનવાનું ગૌરવ મેળવતા સમીરભાઈ જાની

તા. 17.12.2024: ભારતના સૌથી મોટા ટેક્સ પ્રોફેશનલ્સના એસોસીએશન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા જુનાગઢની હોટેલ ફર્ન ખાતે 14 અને 15 ડિસેમ્બર ના રોજ બે દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 માં નેશનલ કન્વેનશનનું આયોજન કરવાનું સૌભાગ્ય મેળવશે જુનાગઢને મળ્યું હતું અને જુનાગઢના પનોતા પુત્રને દ્વારા આ ભૂમિ પર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સપથ લેવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની સપથ સમીરભાઈ જાનીને સુપ્રીમ કોર્ટના જજ ઉજ્જલ ભૂયાન દ્વારા લેવડાવવામાં આવેલ હતા. ઉલ્લેખનીય છે કે સમીરભાઈ જાની ગુજરાતના પહેલા વ્યક્તિ હશે જે આ પ્રતીસ્થિત સંસ્થાના નેશનલ પ્રેસિડન્ટ બનશે. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા આ નેશનલ ટેક્સ કોન્ફરન્સ આયોજન ટેક્સ એડવાઇઝર એસોસીએશન જુનાગઢ તથા ગિર સોમનાથ ટેક્સ બાર એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સંસ્થા સમગ્ર દેશની સૌથી મોટુ ટેક્સ પ્રોફેશનલ્સનું સંગઠન છે જે સમગ્ર દેશના 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાશીત પ્રદેશમાં અંદાજે 11200 જેટલા સભ્યો ધરાવે છે. છેલ્લા 49 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને કરવેરા અંગેના વિવિધ મુદ્દા પર સરકાર સાથે નિયમિત પરામર્શ કરતી રહે છે.

જુનાગઢ ખાતે યોજાનાર આ નેશનલ ટેક્સ કોન્ફરન્સમાં દેશભરના ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા ટેક્સેશનના વિવિધ વિષય ઉપર આ બે દિવસ ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યેક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુપ્રીમ કોર્ટના જજ ઉજ્જલ ભૂયાન ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ભાર્ગવ કારિયા, જસ્ટિસ પ્રણવ ત્રિવેદી, ગૌહાતી હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સાયકયા અને સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ અનિલ આર. દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશના નામી ટેક્સ પ્રોફેશનલ્સ સિનિયર એડવોકેટ અરવિંદ દાતાર, એડવોકેટ કેવિન ગુલાટી, સૌરભ સોપારકાર, ડો. ગિરીશ આહુજા, ઉચિત શેઠ, અભય દેસાઇ વગેરે ઉપસ્થિત રહી ટેક્સેશનના વિષયો ઉપર માર્ગદર્શ્ન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એસોસીએશનની “યંગ બ્રિગેડ” એવા પાર્થ બધેકા, રીભાવ ઘીયા તથા ઈશાન પાટકર દ્વારા “બ્રેઇન ટ્રસ્ટ” વિભાગમાં જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર સભ્યોના પ્રશ્નોનોના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં “માસ્ટર ઓફ સેરેમની” તરીકે હર્ષભાઈ જાની તથા જિગરભાઈ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.  આ કાર્યેક્રમમાં સમગ્ર દેશ માંથી 500 થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. દેશભાર માંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની મહેમાનગતિની ખાસ નોંધ લીધી હતી.  આ કોન્ફરન્સને સફળ બનાવવા ટેક્સ એડવાઈઝર એસોસીએશન જુનાગઢ, ગીર સોમનાથ ટેક્સ બાર એસોસીએશનના સભ્યો દ્વારા સમીરભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી હતી.   ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

 

error: Content is protected !!