ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટેક્સ બાર એસોસિએશનના હોદેદારો નિમાયા
તા. 21.05.2022: વેરાવળ, ઉના, તાલાલા જેવા તાલુકાઓનો સમાવેશ કરતા ગીર સોમનાથ જિલ્લાના ટેક્સ પ્રોફેશનલ્સના એસોસિએશન એવા ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટેક્સ બાર એસોસિએશનના નવા હોદ્દેદારો ની નિમણુંક 20 મે 2022 ના રોજ એસોસીએશનની સાધારણ સભામાં કરવામાં આવી હતી. વર્ષ 2022-23 ના વર્ષ માટે એસોસિયેશનના પ્રમુખ તરીકે વેરાવળના એડવોકેટ સંજયભાઈ તન્નાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત સેક્રેટરી તરીકે ઉનાના ભવ્ય ડી. પોપટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે તાલાળાના વિપુલભાઈ ગૌસ્વામી, ખજાનચી તરીકે વેરાવળના ટેક્સ કન્સલ્ટન્ટ હરીશ સાવજીયાની તથા સહ ખજાનચી તરીકે ઉનાના CA તેજસ છગની નિમણૂંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત એસોસીએશનના વરિષ્ઠ સભ્યો એવા રમેશભાઈ કોટક, રધુભાઈ ચોમાલ તથા હર્ષદભાઈ દેશાવલની નિમણૂંક એડવાઈસરી કમિટીમાં કરવામાં આવેલ છે. સંસ્થાની કમાન સાંભળતા સાથે નવન્યુક્ત પ્રમુખ સંજયભાઈ તન્નાએ પૂર્વ પ્રમુખ નવીનભાઈ ભીંડોરાની એસોસીએશનને આપવામાં આવેલ સેવાઑ બિરદાવી હતી. પૂર્વ પ્રમુખ વ્યવસાય માંથી નિવૃત થતાં હવે સંસ્થાના નવા પ્રમુખ તરીકે તેઓની ન્યૂકતી બદલ તેઓએ સંસ્થાના સભ્યોનો આભાર માન્યો હતો અને સૌને ખાત્રી આપી હતી કે તેઓ સંસ્થાના હિત માટે પોતાના પૂરા પ્રયત્નો કરશે. સંસ્થા, સભ્યો તથા વ્યવસાયના હિત માટે સૌ સભ્યોને પણ એસોસીએશનમાં સક્રિય રહેવા અપીલ કરી હતી. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે