સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 21st May 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય


પોપટ, ઉના

જી.એસ.ટી.

  1. અમારા અસીલ ઓર્થો ઇન્સ્ટ્રુમેંટના ઉત્પાદન કરી વેચાણનો ધંધો કરે છે. તેઓ દ્વારા B2C (ડોક્ટર્સ) ને માલ જાંગડ વેચાણ કરવામાં આવે છે. ડોક્ટર્સ દ્વારા જેટલા ઇન્સ્ટ્રુમેંટનો ઉપયોગ કરવામાં આવે તેટલી રકમનું જ બિલ અમારા અસિલે બનાવવાનું રહેતું હોય છે. જ્યારે માલ મોકલવામાં આવે છે ત્યારે માત્ર ડિલિવરી ચલણ મોકલવામાં આવતું હોય છે. જેટલો માલ ઉપયોગમાં નથી આવતો તે માલ ડોક્ટર દ્વારા પાછો મોકલવામાં આવતો હોય છે. આ કિસ્સામાં નીચેના પ્રશ્નો છે.
  • માલની કિમંત જ્યારે 10 લાખ જેવી મોટી હોય ત્યારે શું ડિલિવરી ચલણ દ્વારા માલ મોકલવામાં આવે તે યોગ્ય છે?
  • માલનો ઉપયોગ થયા પછી અમારા અસીલ તેટલી જ રકમનું બિલ બનાવે તે યોગ્ય છે?
  • જે માલ પાછો મોકલવામાં આવતો હોય તે માલ ડિલિવરી ચલણ દ્વારા માંગવી શકે?

                                                                                                                              પટેલ અરવિંદકુમાર રણછોડલાલ એન્ડ કૂ., ટેક્સ કન્સલ્ટન્ટ, વિસનગર 

જવાબ: હા, જાંગડ સ્વરૂપે માલ ડિલિવરી ચલણ દ્વારા મોકલવામાં આવે તે અમારા માટે યોગ્ય છે. ના પસંદ કરેલ માલ ડિલિવરી ચલણ દ્વારા માંગવી પણ શકાય છે. પરંતુ આ બાબતે કે વાત ધ્યાને રાખવી જરૂરી છે કે જાંગડ સ્વરૂપે મોકલવામાં આવેલ માલ જો 6 મહિના સુધી પરત ના આવેલ હોય તો ત્યારે એ ડીમ્ડ સપ્લાય ગણાશે. આ વ્યવહારમાં વધુ એક વ્યાવહારિક વિકલ્પ એ રહે કે વેચનાર દ્વારા માલ મોકલવા સમયે વેચાણ બિલ બનાવવામાં આવે અને જ્યારે ખરીદનાર માલ પરત કરે ત્યારે ક્રેડિટ નોટ દ્વારા પરત મેળવવામાં આવે.   

  1. અમારા અસીલ જોબવર્ક માટે માલ જોબ વર્કરને ત્યાં મોકલે છે. આ સમયે તેઓ માલનું મૂલ્ય ઇ વે બિલમાં માલના બજાર ભાવ જેટલું દર્શાવે છે. જ્યારે જોબ વર્કર દ્વારા માલ પરત મોકલાવવામાં આવે ત્યારે ઇ વે બિલમાં કઈ રકમનું મૂલ્ય દર્શાવવાનું રહે? જોબ વર્કના ચાર્જિસની રકમ ઇ વે બિલમાં દર્શાવવું જોઈએ?                                                                                                                     અમિત મશરૂ, ટેક્સ કન્સલ્ટન્ટ, અંકલેશવર

જવાબ: જોબ વર્કર દ્વારા જ્યારે માલ પરત મોકલવામાં આવતો હોય ત્યારે માલની મૂળ રકમ ઉપર જોબ વર્ક ચાર્જ ઉમેરી માલનું મૂલ્ય દર્શાવવાનું રહે. આ મૂલ્યને સામાન્ય રીતે જોબ વર્ક બાદ માલનું મૂલ્ય ગણી શકાય. જોબવર્ક દ્વારા જો ફિનિશ્ડ ગુડ્સ બની પરત આવતા હોય તો આ ફિનિશ્ડ ગુડ્સનું મૂલ્ય દર્શાવવાનું રહે તેવો અમારો મત છે.   

  1. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. આ ભાગીદારી પેઢીના એક પાર્ટનર HUF છે. આ HUF વિગત દર્શાવવા સમયે PAN Does Not Match ની એરર આવે છે. HUF ભાગીદાર હોય તેવા કિસ્સામાં આ ભાગીદારની વિગત કેવી રીતે દર્શાવવી તે અંગે માર્ગદર્શ્ન આપવા વિનંતી.                                                                                                                                                                                       નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: અમારા મતે આ તકલીફ એક પ્રેક્ટિકલ તકલીફ છે. સામાન્ય રીતે PAN પ્રમાણે નામ નાંખવામાં આવે એટ્લે HUF હોવા છતાં પાર્ટનર તરીકે નામ ઉમેરી શકાય તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!