01 ઓગસ્ટથી જી.એસ.ટી. હેઠળ CA કે CMA પાસે કરાવવાનું થતું ઓડિટ જરૂરી રહેશે નહીં
ફાઇનન્સ એક્ટની કલમ 110 હેઠળ જી.એસ.ટી. ઓડિટ અંગેની કલમ 35(5) હટાવવાની જોગવાઈ નોટિફિકેશન 29/2021 દ્વારા કરવામાં આવી લાગુ
તા. 31.07.2021: જી.એસ.ટી. કાયદાની કલમ 35(5) હેઠળ પાંચ કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા કરદાતાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવાનું થતું હતું. આ ઓડિટ અંગેની કલમ ફાઇનન્સ એક્ટ 2021 દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ કલમને અમલી બનાવતુ નોટિફિકેશન 3o જુલાઇ 2021 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. જી.એસ.ટી. કાયદાની કલમ, 35(5), 31 ઓગસ્ટ 2021 ના રોજથી રદ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ, નાણાકીય વર્ષ 2020-21 માટે 01 ઓગસ્ટ 2021 થી જી.એસ.ટી. ઓડિટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવાથો કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે કરાવવું જરૂરી રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યો માં વેટ કાયદા દરમ્યાન ઓડિટ કરવાની સત્તા CA ઉપરાંત એડવોકેટ અને ટેક્સ પ્રેકટિશનરને પણ આપવામાં આવી હતી. જી.એસ.ટી. કાયદા હેઠળ આ સત્તા એડવોકેટ તથા ટેક્સ કન્સલ્ટન્ટને આપવામાં આવી ના હતી. આ બાબતે નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા રાષ્ટ્રીય લેવલે રજૂઆતો કરવામાં આવી હતી. જી.એસ.ટી. અમલ થયો છે ત્યારથી આ અંગે ખેંચતાણ ચાલુ રહી હતી. હવે આ ઓડિટ અંગેની કલમને જ રદ કરી આપવામાં આવતા કરદાતાઓને રાહત થઈ છે. “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” તરફ ઉઠાવવામાં આવેલ આ મહત્વનુ પગલું માનવામાં આવી રહ્યું છે. આ સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે આ ઓડિટ દૂર થતાં કરદાતાને સરકાર દ્વારા થતી આકારણીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને સરકારને પણ રેવન્યુ અંગે નુકસાન પણ જઇ શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.
Gujarat co op housing society applicable for gst tax
Kindly send your questions to taxtodayuna@gmail.com