માત્ર અંદાજિત રીતે આવક ઉમેરવામાં આવી હોય તો દંડ લાગી શકે નહીં: ITAT ચેન્નઈ
ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની ચેન્નાઈ બેન્ચે જણાવ્યું છે કે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 271(1)(c) હેઠળના દંડ માત્ર અંદાજના આધારે કરવામાં આવેલ “એડીશન” માટે લાગુ કરી શકાય નહીં. આકારણી ઓર્ડરમાં, શ્રી સાઈબાબા સ્વામીગલ થિરુમના મંડપમ, આકારણી સામે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કરદાતાએ ઇન્કમ ટેક્સ અધિકારીના હુકમને પડકાર્યો હતો કે જેમાં આકારણી આદેશમાં કરવામાં આવેલ ઉમેરાઓ નિયમિત રીતે જાળવવામાં આવતા હિસાબના પુસ્તકોના સંદર્ભ વિના અંદાજિત વધારાના ધોરણે કરવામાં આવ્યા હતા. કરદાતા દ્વારા એ દલીલ પણ કરવામાં આવી હતી કે દંડ આપોઆપ લાગુ થઇ શકે નહીં. કરદાતા સામેના મૂળ આદેશમાં (ક્વોન્ટમ ઓર્ડરમાં) અધિકારી દ્વારા AO એ રજિસ્ટરના આધારે અંદાજિત વધારાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. અંદાજિત ઉમેરાના આધારે ઉમેરવામાં આવેલ આવક ઉપર 271(1)(c) હેઠળ દંડ લાગુ પડે નહીં. શ્રી સાઈબાબા ગેસ્ટ હાઉસ V/s ITO (ITA No.2784/Chny/2018 તારીખ 04.08.2021) ના કેસમાં ચેન્નાઈ ટ્રિબ્યુનલની સંકલન બેંચના નિર્ણય દ્વારા અમારો અભિપ્રાય યોગ્ય રીતે મજબૂત બને છે, જેમાં સમાન તથ્યલક્ષી મેટ્રિક્સ પર દંડ રદ કરવામાં આવ્યો છે. આમ, ટ્રિબ્યુનલ દ્વારા અંદાજના આરે લાગુ કરવામાં આવેલ દંડ રદ્દ કરવામાં આવ્યો છે.