શું GSTR 4 માં નેગેટિવ લાયાબિલિટીની Error આવે છે? તો આ હોય શકે છે તમારા માટે સમાધાન…

Spread the love
Reading Time: 3 minutes

 

 

 

 

By Darshit Shah, Advocate

તા. 18.04.2022: શું આપ ને કોમ્પોઝિશન ના વેપારીના CMP 08 ફાઈલ કરતા ટેક્સ ની રકમ નેગેટિવ લાયબિલિટી માંથી ઑફસેટ થઇ રહી છે ??? આ નાણાકીય 2020-21 ના GSTR 4 ભરવા સમયે, મોટાભાગના ટેક્સ પ્રોફેશનલ્સ માટે એક સામાન્ય પ્રશ્ન હતો. આ બાબતે હવે થોડું સમાધાન મળી રહ્યું હોય તેવું જણાય રહેલું છે. આ લેખમાં આ અંગેનું કારણ તથા તેના નિરાકરણ વિષે સમજવા પ્રયાસ કરવા આવ્યો છે.

        જે કોમ્પોઝિશન વેપારી ના વર્ષ 2019-20 તથા 2020-21 ના GSTR 4 ફાઈલ કરતી વખતે TABLE NO 6. માં ટર્નઓવર તથા તેનો વેરો તકનીકી ખામી ને કારણે દર્શાવાનો રહી ગયેલ હતો તેને GSTN પોર્ટલ ફાઈલ કરેલ GSTR 4 માં નોટ દ્વારા દર્શાવામાં આવ્યું હતું કે:

”The amount of tax paid is displayed as ‘Zero’ since no payment has been made. Excess amount paid through Form GST CMP-08 than liability declared in GSTR-4 can be seen in the negative liability statement. Excess amount of ₹11388 has been posted in the said statement and can be utilized to discharge future liabilities”

એટલે કે આપે ભરેલ GSTR 4 માં TABLE 6 માં કોઈ ટર્નઓવર દર્શાવેલ નથી જેથી વર્ષ દરમ્યાન ભરેલ વેરો વધારે ભરેલ વેરો છે જે નેગેટિવે લાયબિલિટીમાં દેખાશે અને એ વધારે ભરેલ વેરો ભવિષ્યમાં ભરવામાં આવતા વેરા સામે એડજસ્ટ થશે. જેને કારણે ઘણા કર સહલાકાર તેમના વેપારીના વર્ષ 2021-22 CMP 08 ફાઈલ કરેલ ન હતા અથવા તો ફાઈલ કરેલ CMP 08 માં દર્શાવેલ વેરો નેગેટિવ લાયબિલિટી વતી એડજસ્ટ થયેલ હતો અને વેપારી એ ભરેલ વેરો કેશ લેજર માં જમા રહેલ છે. આ અંગે નીચે મુજબ સમાધાન થઈ શકે છે.

નિરાકરણ : CMP 08 માં નેગેટિવ લાયબિલિટીની સમસ્યા દેશ ના અનેક વેપારીઓને GSTR 4 માં TABLE 6 ન ભર્યા હોવાના કારણે થઇ છે જેના ઉકેલ માટે નીચે મુજબ ના પગલાં લેવા.

  1. સૌપ્રથમ GSTN પર થી ગ્રિવન્સ પોર્ટલ પર જવું   https://selfservice.gstsystem.in
  2. રિપોર્ટ ISSUE પર જવું
  3. TYPE OF ISSUE માં CMP08 Form – Admittance of non-filling up of table 6 while filing GSTR4 Annual return સિલેક્ટ કરવું અને – I WANT TO LODGE MY COMPLAINT ઉપર ક્લિક કરવું.
  4. વેપારી નો GST નંબર , નામ , મોબાઇલ નંબર , ઇમેઇલ વિગેરે વિગતો ભરવી
  5. ERROR મેસેજ ના બોક્સ માં – ”Payment of tax liability in CMP 08 is not allowed through Cash Ledger instead getting adjusted from Negative Liability Statement” લખવું
  6. ISSUE DESCRIPTION ના બોક્સ માં આ મુજબ લખવું : ‘’While filling CMP 08 for April-21 to June-21 , July-21 to Sep-21 & Oct-21 to Dec-21 for GSTIN- 24**FHP825**2ZH tax liability is getting adjusted from Negative Liability Statement (NLS) and I am not allowed to pay liability through Cash Ledger. This happen due to , I could not fill up Table 6 of GSTR 4 for FY 2020-21 due to oversight which resulted in getting my NLS credited with an amount of liability paid by me through CMP08 in 2020-21. Please nullify the amount of Negative Liability Statement for FY 2020-21.’’
  7. આ સાથે વર્ષ 20-21 / 19-20 જે વર્ષ માં ભૂલ થયેલ છે તે બધા ત્રિમાસિક CMP 08 અને પૈસા ભરેલા ચલણ ની કોપી PDF બનાવી જોડે ATTACH કરવી.

નોંધ: જે કિસ્સા માં CMP -08 નેગેટિવ લાયબિલિટી એડજસ્ટ કરી ને ફાઈલ કરેલ છે તેવા કિસ્સા માં જેટલી રકમ નેગેટિવ લાયબિલિટી માથી એડજસ્ટ થયેલ છે તે મુજબ કેશ લેજર માં એટલું બેલેન્સ રાખવું.

4 થી 5  દિવસ માં GSTN ની ટીમ તમારી ગ્રિવન્સ ની અરજી વૅરીફાય કાર્ય બાદ કેશ લેજર માં જમા રહેલ રકમ ડેબિટ કરી બેલેન્સ ને એડજસ્ટ કરશે અને તમારા કેશ લેજર માં ‘DEBIT OF NEGATIVE LIABILITY DUE TO GSTR 4 ANNUAL’ તરીકે ડેબિટ થયેલ દેખાશે.

(લેખક જાણીતા એડવોકેટ છે અને અમદાવાદ ખાતે ઇંડાયરેક્ટ ટેક્સની (GST)  પ્રેક્ટિસ કરે છે.)

લેખકને Pdconsultancy.gst@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.)

વાચકોના લાભાર્થે ડિસક્રિપશન વર્ડ ફાઇલમાં એટેચ કરેલ છે.

GSTR4

error: Content is protected !!