ચોક્કસ કારણ વગર આપવામાં આવેલ નોટિસ યોગ્ય નથી: ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ દિલ્હી બેન્ચ
Important Judgement with Tax Today
Glory Lifesciences Pvt. Ltd. Vs ACIT, Delhi
ITA no. 5128, 5129,5130, 5131 (For A Y 2009-10, 2010,11, 2011-12 & 2012-13) Income Tax Appellate Tribunal Delhi Bench
Order Dt. 06.04.2021
કેસના તથ્યો:
- કરદાતા સામે ઉપરોક્ત આકારણી વર્ષો માટે આકારણી આદેશ પસાર કરવામાં આવ્યા હતા.
- આ આકારણી આદેશમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 271(1)(C) હેઠળ દંડ લાદવામાં આવ્યો હતો.
- આ દંડના આદેશ સામે કરદાતા દ્વારા આ અપીલ ઇન્કમ ટેક્સ ટ્રાઈબ્યુનલમાં કરવામાં આવી હતી.
- કરદાતા દ્વારા શો કોઝ નોટિસ ને અમાન્ય ઠરાવવાનો મુદ્દો લેવામાં આવ્યો હતો.
- ટ્રિબ્યુનલમાં આ “grounds of appeal” માં પ્રથમ વાર લેવામાં આવ્યું હતું. કમિશ્નર અપીલ સમક્ષ આ મુદ્દો લેવામાં આવ્યો ન હતો.
કરદાતા તરફે રજૂઆત:
- અધિકારી દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 271(1)(C) ને કલમ 274 સાથે વાંચતાં આપવામાં આવેલ નોટિસ અયોગ્ય હતી કારણકે એમાં યોગ્ય કારણ દર્શાવવામાં આવ્યું ના હતું.
- આ પ્રિ ટાઈપ થયેલ નોટિસમાં ક્યાં કારણે આ નોટિસ આપવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
- શો કોઝ નોટિસ માં “have concealed the particulars of your income or furnished inaccurate particulars of such income.” બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે ન હતી.
- આ “grounds of appeal” એ લીગલ Ground હોય એડીશનલ એવિડન્સ તરીકે માન્ય રહેવો જોઈએ.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વતી રજૂઆત:
- Grounds of Appeal માં પ્રથમ વાર લેવામાં આવેલ હોય, એડિશનલ એવિડન્સ સ્વીકારવા પાત્ર નથી.
- અધિકારી દ્વારા દંડના આદેશમાં યોગ્ય રીતે દંડન કારણની સ્પષ્ટતા કરેલ હોય આદેશ યોગ્ય છે.
ટ્રાઈબ્યુનલનો ચુકાદો:
- કરદાતાનું આ નવું Ground એ લીગલ પ્રકારનું હોય એડીશનલ એવિડન્સ તરીકે સ્વીકારવા પાત્ર છે.
- આકારણી અધિકારી દ્વારા 271(1)(C) ની નોટિસમાં એ ઉલ્લેખ કરેલ નથી કે કરદાતા એ નોટિસન ક્યાં ભાગમાં પડે છે.
- ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 274 હેઠળ જ્યાં સુધી કરદાતાને યોગ્ય સુનાવણીની તક આપવામાં ન આવી હોય, દંડનો આદેશ પસાર થઈ શકે નહીં.
- આ બાબતે માનનીય કર્ણાટક હાઇકોર્ટનો SSAS Emerald Meadows 73 Taxxman 241 ચુકાદો પણ આ બાબતે કરદાતાની તરફેણ કરે છે જ્યાં આ પ્રકારન મુદ્દા ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની અપીલ ડિસમિસ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ SLP પણ માનનીય સુપ્રીમ કોર્ટે ડિસમિસ કરેલ છે.
- આ ઉપરાંત માનનીય દિલ્હી હાઇકોર્ટનો Sahara India Life Insurance Co Ltd 2019-(8)-TMI-409-Delhi ના કેસમાં પણ કરદાતાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં કર્નાટક હાઇકોર્ટન ચુકાદાને પણ ધ્યાને લેવામાં આવ્યો છે.
- આકારણી અધિકારી દ્વારા આપવામાં આવેલ શો કોઝ નોટિસમાં સ્પષ્ટ કારણોનો ઉલ્લેખન હોય આ નોટિસ યોગ્ય ગણી શકાય નહીં.
- આમ, કરદાતાની અપીલ માન્ય રાખવામા આવે છે અને આકારણી અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ રદ ઠરાવવામાં આવે છે.
(સંપાદક નોંધ: આ ચુકાદો કરદાતાને આપવામાં આવેલ નોટિસ તથા એડિશનલ ગ્રાઉંડ બાબતે મહત્વનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે. દંડ અંગેની શો કોઝ નોટિસમાં શા કારણે દંડ લાગુ કરવામાં આવે છે તે અંગે સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે તે સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે. આ ઉપરાંત લીગલ ગ્રાઉંડને એડિશનલ એવિડન્સ તરીકે સ્વીકારવા અંગે પણ આ કેસમાં મહત્વની ટિપ્પણી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી છે.)
Bhavya Popat, Editor Tax Today