બોન્ડ તથા બેન્ક ગેરંટી વચ્ચે તફાવત સમજે અધિકારી: ગુજરાત હોઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

Important Judgement With Tax Today

વેસ્ટર્ન એન્ટરપ્રાઇઝ વી. સ્ટેટ ટેક્સ ગુજરાત અને અન્યો

મિસ. સિવિલ એપ્લીકેશન નંબર 1/2021 સલગ્ન R/સિવિલ એપ્લીકેશન નંબર 1368/2021

આદેશ તારીખ 04.03.2021


કેસના તથ્યો

  • અરજ્કર્તાનો માલ રાજ્ય જી.એસ.ટી. દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા 08.02.2021 ના રોજ આદેશ પસાર કરી જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરદાતા 18 લાખ ટેક્સ અને પેનલ્ટીના ભરવા તથા 52 લાખનું બોન્ડ એકસીક્યૂટ કરે ત્યારે તેમનો માલ છોડી નાંકવામાં આવે.
  • રાજ્ય જી.એસ.ટી. ના અધિકારી દ્વારા 18 લાખના ચૂકવણી ઉપરાંત 52 લાખની બેન્ક ગેરંટી નો આગ્રહ રાખવામા આવેલ હતા.

કોર્ટનું તારણ:

  • એ ખૂબ દુ:ખની વાત છે કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટના અધિકારીને “બોન્ડ” તથા “બેન્ક ગેરંટી” વચ્ચે તફાવત ખબર નથી.
  • અમારા અંતરીમ આદેશને એક મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ ડિપાર્ટમેંટ દ્વારા અમારા આદેશનું પાલન કાયદાના ખોટા અર્થઘટનના કારણે કરેલ નથી.
  • અમે આ બાબતની ખૂબ ગંભીર નોંધ લઈ શકીએ તેમ છીએ પરંતુ હાલ અમો આ અંગે વધુ કઈ કહેતા નથી.
  • અમો ફરી કરદાતાને 18 લાખ ભરી, બાકીના બોન્ડ આપવા નિર્દેશ કરવાં જણાવીએ છીએ.
  • અમો સરકારી વકીલને વિનંતી કરીએ છીએ કે પોતાના અધિકારીને કોર્ટ કરતાં વધુ હોશિયાર બનવાના ભયસ્થાનો જણાવશો.
  • જ્યારે અમે બોન્ડની વાત કરીએ ત્યારે આ બોન્ડની વાત કરીએ છીએ, બેન્ક ગેરંટીની નહી.
  • બેન્ક ગેરંટીની વાત આવે ત્યારે કોલેટરલ આપવી જરૂરી છે. જ્યારે બોન્ડમાં કોઈ કોલેટરલ આપવી જરૂરી નથી.

(સંપાદક નોંધ: માલ જપ્તીના કિસ્સામાં બોન્ડ લઈ અને માલ રીલીઝ કરી શકતો હોય છે. પણ સામાન્ય રીતે અધિકારી દ્વારા બેન્ક ગેરંટીનો આગ્રહ રાખવામા આવતો હોય છે. બેન્ક ગેરંટી કરદાતા માટે મેળવવી ખૂબ મોંઘી પડતી હોય છે. ક્યારેક કોર્ટનો બોન્ડ લેવા આદેશ હોવા છતાં પણ અધિકારી દ્વારા બેન્ક ગેરંટીનો આગ્રહ રાખવામા આવતો હોય છે. આ કેસમાં ગુજરાતના જાણીતા વકીલ ઉચિત શેઠ કરદાતા વતી ઉપસ્થિતિ થયા હતા)

 

 

error: Content is protected !!