વડોદરા ખાતે એક દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ યોજાઇ: સમગ્ર દેશમાંથી ટેક્સ પ્રોફેશનલ્સ રહ્યા ઉપસ્થ્તિ
દેશભરમાંથી 350 થી વધુ ટેક્સ પ્રોફેશ્ન્લ ડેલિગેટ્સ રહ્યા હાજર
તા. 05.05.2025: વડોદરા ખાતે 04 મે 2024 ના રોજ એક દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન સૂર્યા પેલેસ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરસ્ન્સનું આયોજન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ, આનંદ વેટ પ્રેકટિશનર્સ એસો. તથા ભરુચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ ટેક્સ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી અને ગુજરાતભરમાંથી 350 થી વધુ ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ કે. એ પૂજ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિવિધ ટેક્સ અંગેના વિષયો ઉપરના ટેકનિકલ શેશનના ચેરમેન તરીકે મુંબઈના જાણીતા એડવોકેટ નિકિતા બધેકા, દિલ્હીના સિનિયર એડવોકેટ પ્રેમલતા બંસલ, મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ અને AIFTP વેસ્ટ ઝોનના VP વિનાયક પાટકર ઉપસ્થ્તિ રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે દિલ્હીના CA રાજેન્દ્ર અરોરા, મુંબઈના CA પ્રદીપ કાપસી, અમદાવાદના CA પલક પાવાગઢી તથા વડોદરાના એડવોકેટ (CA) અભય દેસાઇ એ સેવા આપી હતી. ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર ઉપસ્થિત ડેલીગેટ્સને માહિતી વકતાઓ દ્વારા આપવામાં આવી હતી. આ કોન્ફરન્સને સફળ બનાવવા સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસના પ્રેસીડંટ એમીરેટસ ભાષ્કર પટેલ, પ્રમુખ વિજય પટેલ, કોન્ફરન્સ ચેરમેન હિમાંશુ વાઘેલા, સેક્રેટરી ફૈઝાન ડભોઇવાલા, કૌશિક વૈધ્ય તથા સેંટરલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટ્ંટસ તથા સહયોગી એસોસીએશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે