30 સપ્ટેમ્બર સુધીમાં “ડિમેટ એકાઉન્ટ” માં “નૉમિની” ઉમેરવાનું ચૂકશો નહીં!!

Spread the love
Reading Time: < 1 minute

SEBI ના આદેશ પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધીમાં “ડિમેટ” ખાતામાં “નૉમિની” ઉમેરવામાં નહીં આવે તો થશે ખાતા સ્થગિત

તા. 01.09.2023: શેર બજારના વેપાર-વિનિયનનું નિયમન કરતી સરકારી સંસ્થા “સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા” SEBI દ્વારા શેર બજારના ટ્રેડિંગ માટે જરૂરી ડિમેટ એકાઉન્ટસમાં “નોમિની” ઉમેરવાની છેલ્લી મુદત 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવેલ છે. આ તારીખ સુધીમાં ડિમેટ ખાતામાં નોમિની દાખલ કરવામાં નહીં આવે તો આ ખાતા સ્થગિત (ફ્રીઝ) થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે SEBI દ્વારા 01 ઓક્ટોબર 2021 થી નવા ખોલવામાં આવતા ડિમેટ ખાતામાં નોમીનેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કે કોઈ વ્યક્તિ નોમીનેશન કરાવવા ના માંગતા હોય તો તેઓ દ્વારા “ઓપ્ટ ઓઉટ ઓફ નોમિનેશન” નો વિકલ્પ પણ લઈ શકે છે. આવી જ રીતે કોઈ જૂના ડિમેટ ખાતામાં વ્યક્તિ ઈચ્છે તો “ઓપ્ટ ઓઉટ ઓફ નોમિનેશન” નો વિકલ્પ પણ લઈ શકે છે. પરંતુ નોમિની ઉમેરવા કે “ઓપ્ટ ઓઉટ ઓફ નોમિનેશન” નો વિકલ્પ સ્વીકારવા અંગે 30 સપ્ટેમ્બર સુધીમાં ડિમેટ ખાતા જે કંપનીમાં ધારણ કર્યા હોય તેમાં વિધિવત રીતે જાણ કરવી જરૂરી બની રહેશે.

“નોમિની” દરેક નાણાકીય રોકાણ સંદર્ભે ઉમેરવામાં આવે તે હિતાવહ માનવમાં આવે છે. આ અંગે ટેક્સ ટુડે સાથે વાત કરતાં અમદાવાદના જાણીતા ટેક્સ નિષ્ણાંત સંદીપ પરિખ જણાવે છે કે, “ભલે SEBI દ્વારા “ઓપ્ટ ઓઉટ ઓફ નોમિનેશન” નો વિકલ્પ ઉપલબ્ધ હોય, છતાં શક્ય હોય ત્યાં સુધી દરેક રોકાણકારે નોમીનેશન ઉમેરવાનો વિકલ્પ જ લેવો જોઈએ. વ્યક્તિના મૃત્યુ પછી આ પ્રકારે કરવામાં આવેલ “નોમિનેશન” ખૂબ ઉપયોગી સબીત થતું હોય છે.”

દરેક રોકાણકારોએ SEBI ના આ નિયમ સમજી પોતાના “ડિમેટ” ખાતામાં નોમીનેશન ઉમેરી આપે અથવા તો “ઓપ્ટ ઓઉટ ઓફ નોમિનેશન” નો વિકલ્પ અંગે પોતાનું “ડિમેટ” ખાતું જ્યાં હોય ત્યાં વિધિ પૂર્ણ કરે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!